પટના સ્થિત રાબડી નિવાસસ્થાને ડોક્ટરોના નિરીક્ષણ હેઠળ
બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવની તબિયત લથડી છે. પટનાના ડૉક્ટરોએ તેમને દિલ્હી જવાની સલાહ આપી છે. હાલ તેઓ પટના સ્થિત રાબડી નિવાસસ્થાને ડોક્ટરોના નિરીક્ષણ હેઠળ છે.
- Advertisement -
રાષ્ટ્રીય જનતા દળ (RJD) ના વડા અને બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવની તબિયત લથડી છે. બ્લડ સુગર વધી જવાથી તેમની તબિયત બગડી ગઈ છે. પટનાના ડૉક્ટરોએ તેમને દિલ્હી જવાની સલાહ આપી છે. લાલુ કોઈ પણ સમયે દિલ્હી જવા રવાના થશે. લાલુ યાદવ બે દિવસથી બીમાર છે. પરંતુ આજે તેમની તબિયત વધુ બગડી ગઈ છે. તેઓ પટના સ્થિત રાબડી નિવાસસ્થાને ડોક્ટરોના નિરીક્ષણ હેઠળ છે.
ગયા વર્ષે પણ દિલ્હી એઈમ્સમાં થયા હતા દાખલ
લાલુ પ્રસાદ યાદવને ગયા વર્ષે જુલાઈમાં દિલ્હી એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રીએ છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક બીમારીઓની સારવાર કરાવી છે, જેમાં 2022 માં સિંગાપોરમાં કિડની ટ્રાન્સપ્લાન્ટનો સમાવેશ થાય છે. 2022માં, લાલુને કિડનીની બીમારી હોવાનું નિદાન થયું હતું. તેમની કિડનીનો માત્ર 25 ટકા ભાગ યોગ્ય રીતે કામ કરી રહ્યો હતો. ડૉક્ટરોએ ટ્રાન્સપ્લાન્ટની સલાહ આપી, ત્યારબાદ સિંગાપોરમાં રહેતી તેમની દીકરી રાહિની આચાર્યએ તેની એક કિડની પિતાને દાન કરી. 5 ડિસેમ્બર 2022ના રોજ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું.
- Advertisement -
2022 માં જ, તેઓ તેમની પત્ની રાબડી દેવીના આવાસમાં પડી ગયા હતા, જેના કારણે તેમને અનેક ફ્રેક્ચર થયા હતા. આ ઘટના પછી, તેમને પટનાની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. બાદમાં, તેમને પટનાથી દિલ્હી એરલિફ્ટ કરવામાં આવ્યા અને AIIMS હોસ્પિટલમાં વધુ સારવાર આપવામાં આવી.
મુંબઈની હોસ્પિટલમાં થઈ હતી એન્જીયોપ્લાસ્ટી
લાલુની ગયા વર્ષે સપ્ટેમ્બરમાં એન્જીયોપ્લાસ્ટી થઈ હતી. મુંબઈમાં ડોક્ટરોએ લાલુ યાદવની ટ્રીટમેન્ટ કરી હતી. રાંચીની બિરસા મુંડા સેન્ટ્રલ જેલમાં સજા દરમિયાન લાલુ યાદવને હૃદયની સમસ્યા હોવાનું નિદાન થયું હતું, જે પછી ડૉક્ટરોએ તેમને નિષ્ણાત પાસેથી સારવાર લેવાની સલાહ આપી હતી. વર્ષ 2021 માં, લાલુ યાદવને હૃદયની સમસ્યા હોવાનું નિદાન થયું હતું.