ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ તા.28/03/2025 રાજકોટ રેવન્યુ બા2 એસોસીએશન દ્વારા આજરોજ જિલ્લા નોંધણી નીરીક્ષકને લેખીત રજુઆત કરી જણાવેલ કે, જ્યારે ભાગીદારી પેઢીમાંથી કોઈ ભાગીદાર છુટા થાય કે દાખલ થાય ત્યારે દરેક સબરજીસ્ટ્રાર દ્વારા મનઘડત પોતાના મુજબ જુદા જુદા અર્થઘટનો કરી સ્ટેમ્પ ડયુટી વસુલ લેવામાં આવે છે. હકીકતે ભાગીદારી પેઢી પોતે એક અલગ વ્યકિત છે, તેમાં ભાગીદાર માત્ર વહીવટકર્તા હોય છે, ચાલુ ભાગીદારી પેઢીમાં કોઈપણ ભાગીદાર છુટા થાય કે ઉમેરાઈ ત્યારે તેઓ કોઈ મિલકત લઈને જતા ન હોય કે આવતા ન હોય તેવા સંજોગોમાં આર્ટીકલ-20 મુજબ સ્ટેમ્પ ડયુટી ભરવાની થાય નહીં, જેથી જયારે પેઢીમાંથી ભાગીદાર છુટા થાય કે દાખલ ત્યારે માત્ર રૂ.500/- ના સ્ટેમ્પ પેપર ઉપર ભાગીદારી ફેરકારનો દસ્તાવેજ કરવાનો થાય જે બાબતની સદરહું ગુજરાત રાજપત્ર(અસાધારણ)ના પાના નં.286-3/4 partixમાં 2જીસ્ટ્રેશન એકટ 1908ની કલમ 17 પેટા કલમ 1 ના 2જીસ્ટ્રેશન (ગુજરાત સુધારા) એકટ 16/2016 થી દાખલ કરેલ નવા ખંડો (ઝ) (ટ) તથા (ઠ) બાબતે કરેલ સુધારા પણ સ્પષ્ટતા છે તેવી તેમજ રેવન્યુને લગતા વિવિધ પ્રશ્નોની પુરાવા સાથે ધારદાર રજુઆત કરવામાં આવેલા છે.
- Advertisement -
આ રજુઆતમાં રાજકોટ રેવન્યુ બાર એસોસીએશનના પ્રમુખ રમેશભાઈ કથીરીયા, સેક્રેટરી વિજયભાઈ તોગડીયા તથા બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયાના સભ્ય દિલીપભાઈ પટેલ તથા નોટરી એસોસીએશનના પ્રમુખ પ્રકાશસિંહ ગોહીલ તેમજ એડવોકેટ હિતેષ દવે એ કરેલ છે.