2030 સુધી 1 લાખ મેગાવોટ રિન્યુએબલ એનર્જીનો લક્ષ્યાંક
દેશમાં 4,53,000 મેગાવોટ વીજ ઉત્પાદન થાય છે, જેમાંથી 54,066 મેગાવોટ વીજ ઉત્પાદન એકલું ગુજરાત કરે છે : અર્જુનભાઈ મોઢવાડિયા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
આજે ગુજરાત વિધાનસભામાં ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગની માંગણીઓ ઉપર ચર્ચા દરમિયાન ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે વર્ષ 2002 માં નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી બન્યા ત્યારે ગુજરાતમાં વીજ ઉત્પાદન 8343 મેગાવોટ હતું. જ્યારે ક્રાઈસિસ થાય ત્યારે બીજા રાજ્યો પાસેથી દર વખતે માંગવા જવુ પડતું હતું. વર્ષ 1960 માં ગુજરાતનું વીજ ઉત્પાદન 315 મેગાવોટ હતું. એ 315 મેગાવોટમાંથી 8343 મેગાવોટ કરતા 40 વર્ષ થયા, જ્યારે 8343 મેગાવોટ થી આજે 54,066 મેગાવોટની કેપેસિટી આપણે 24 વર્ષમાં મેળવી છે.
અર્જુનભાઈ મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતની જે 54,066 મેગાવોટની કેપેસિટીની વીજ ઉત્પાદન ક્ષમતા છે, એમાંથી 27,000 મેગાવોટ રિન્યુએબલ એનર્જી (સોલાર અને વીન્ડ) માંથી પ્રાપ્ત થાય છે. વર્ષ 2000 માં ગુજરાત ઈલેક્ટ્રિસિટી બોર્ડ હતું ત્યારે રૂપિયા 6,280 કરોડની આવક હતી અને રૂપિયા 2,246 કરોડની રેવન્યુ ખાધ ખર્ચની સામે રહેતી હતી, તેમજ ટી.એમ.ડી. લોસિસ 35.27 કરોડ હતા જે આજે ઘટીને માત્ર 8.86 કરોડ થઈ ગયા છે. ગુજરાત સરકારે લિકેજીસ બંધ કરાવીને આ લોસિસ બંધ કર્યા છે. સાથે જ ટેકનોલોજી લઈ આવ્યા તેનાથી પણ લોસિસ થતા હતા તે ઘટ્યા છે. ગુજરાત સરકાર આગવી પહેલ કરીને ગુજરાત ઈલેક્ટ્રિસિટી બોર્ડમાંથી પાંચ વીજ કંપનીઓ બનાવી. તેમજ વીજ વિતરણ, ટ્રાન્સમિશન અને જનરેશન કંપનીઓ જુદી કરી જેના કારણે આપણે વર્ષ 2022-23 માં એક્યુમિલેટેડ સરપ્લસ 935 કરોડ સુધી પહોંચાડી શક્યા. જ્યારે સમગ્ર દેશમાં 67,000 કરોડનો કમ્બાઈન લોસિસ છે. સમગ્ર દેશમાં 4,53,000 મેગાવોટ વીજ ઉત્પાદન થાય છે, જેમાંથી 54,066 મેગાવોટ વીજ ઉત્પાદન એકલુ ગુજરાત કરે છે. જે તમામ રાજ્યોમાં સૌથી વધારે છે. ગુજરાત પછી 48,942 મેગાવોટ ઉત્પાદન સાથે મહારાષ્ટ્ર બીજા નંબરે આવે છે.
- Advertisement -
અર્જુનભાઈ મોઢવાડિયાએ વધુમાં ઉમેર્યુ હતું કે કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં જે બની રહેલ રિન્યુએબલ એનર્જી પાર્ક જ્યારે કાર્યરત થશે, ત્યારે આપણી રિન્યુએબલ વીજ ઉત્પાદન કેપેસિટી 1 લાખ મેગાવોટ પહોંચશે. ગુજરાત 3360 વીજ વપરાશ સાથે સમગ્ર દેશમાં પ્રથમ સ્થાને છે. જ્યારે 1659 યુનિટના સરેરાશ વપરાશ સાથે મહારાષ્ટ્ર બીજા નંબરે છે. ગુજરાત વીજ બચત ઉપર ભાર મુકી રહ્યું છે. એક વર્ષની અંદર એક વખત 50 પૈસા અને બીજ વખત 40 પૈસા એમ કુલ 90 પૈસાનો ઘટાડો કર્યો હોય તેવુ ગુજરાત દેશનું એકમાત્ર રાજ્ય છે. રાજ્યમાં અત્યારે ક્વોલીટી વીજ પુરવઠો આપવામાં આવી રહ્યો છે. વર્ષ 2030 સુધીમાં ગુજરાતમાં 1 લાખ મેગાવોટ રીન્યુએબલ વીજ ઉત્પાદ થવાનું છે, આપણી જરૂરીયાત આટલી નથી, એટલે આપણે બીજા રાજ્યોને પણ વીજળી આપવા માટે સક્ષમ હોઈશું. સાથે જ સરપ્લસ વીજળીને સ્ટોર કરવાની ક્ષમતા પણ હશે. એટલે કે દિવસમાં જે વીજળીનું ઉત્પાદન થાય તે સ્ટોર કરીને તે રાત્રે આપી શકીશું. સાથે જ ગ્રીન હાઈટ વેજન બનાવવાના થયા, જે ભવિષ્યનું
ફ્યુઅલ છે.
આ ગ્રીન હાઈટ વેજન ભવિષ્યમાં પેટ્રોલ, ડીઝલની જગ્યા લેવાનું છે, તેના માટેનું આયોજન પણ ગુજરાતે કર્યુ છે. ગુજરાતની અંદર આપણે ઈલેક્ટ્રીક વ્હીકલ માટેની બેટરીઓ બનાવવા માત્ર દેશનું નહીં વિશ્વનું હબ બનવા જઈ રહ્યા છીએ. વર્ષ 2047 સુધીમાં ભારતમાં વીજ ઉપ્તાદન 100 ગીગાવોટ સુધી લઈ જવાનો જે લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે તેમાં 15 લાખ કરોડ જેટલું રોકાણ આવવાનું છે. જેમાં પણ ગુજરાતની ભાગીદારી અગ્રેસર રહેવાની છે.