સોરઠીયાવાડી સર્કલ ખાતે સાંસદ રામજી સુમનનો ભારે વિરોધ કરાયો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
તાજેતરમાં રાજ્યસભાની અંદર આપણા હિન્દુ સમાજના વીર યોદ્ધા અને મહારાણા પ્રતાપજીના દાદાજી રાજપુતોના પૂર્વજ વીર યોદ્ધા શ્રી મહારાણા સાંગા ઉપર આપણા દેશની રાજ્યસભામાં સમાજવાદી પાર્ટીના સાંસદ રામજી સુમન દ્વારા અપમાન જનક ટિપ્પણી કરવામાં આવી હતી. પોતાની સસ્તી રાજ્કીય લોકપ્રિયતા માટે રામજી સુમન જેવા લોકો દેશના સન્માનીય મહાપુરુષો ઉપર ટિપ્પણી કરી રહ્યા છે. જે જરા પણ હલકામાં લેવામાં નહી આવે. મહારાણા સાંગાજી એ મહાન વ્યક્તી છે જેઓ પોતાના જીવનમાં એકસો જેટલા યુદ્ધો લડ્યા હતા અને એ યુદ્ધો પણ વિદેશી આક્રાતાઓ સામે હતા. રાણા સાંગાજીએ દિલ્લીના સુલતાન ઈબ્રાહિમ લોદીને બે વાર યુદ્ધમાં હરાવ્યો હતો, માલવાના સુલતાન ખિલજી બીજાને હરાવી ત્રણ માસ બંદી બનાવી રાખ્યો હતો, ગુજરાતના સુબાને ઇડરમાં ધૂળ ચટાવી હતી અને બાબરને પણ પણ પહેલી લડાઈમાં બાબરની સેનાને મારી મારીને ભગાડી હરાવી હતી.
- Advertisement -
બાબર સામેના બીજા ખાનવાના યુદ્ધમાં આ મહાવીર યોદ્ધાએ અને એમની સેનાએ તોપોનો સામનો તલવારોથી કર્યો હતો, મજબુતાઈથી યુદ્ધ લડ્યા હતા. આ યુદ્ધમાં એમના શરીર પર એંસી જેટલા ઘાવ હતા તો પણ અડગ હતા. રાણા સાંગાજી એ બનાવેલ હિન્દુ રાજાઓ અને રાજપૂત રાજાઓના આ સંઘ દ્વારા માતૃભૂમિ માટે ખુબજ સંઘર્ષ કરી બલીદાનો આપ્યાં છે.
આ સમાજવાદી પાર્ટીના મૂર્ખ સાંસદ રામજી સુમન દ્વારા કરાયેલ અપમાન જનક ટિપ્પણીના વિરોધમાં આપણા પૂર્વજ શ્રી મહારાણા સાંગાજીનાં સન્માનમાં 27 માર્ચના રોજ રાજકોટ ખાતે શ્રી મહારાણા પ્રતાપજી પ્રતિમા સોરઠીયાવાડી સર્કલ ખાતે જોરદાર વિરોધ પ્રદર્શન કરેલુ હતું. જેને લઈને હરદીપસિંહ રાઠોડ, પ્રવિણસિંહ સિંધવ, રણજીતસિંહ જાદવની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી અને બાદમાં મુક્ત કરી દીધા હતા. આ વિરોધ પ્રદર્શનમાં ક્ષત્રિય રાજપૂત સમાજ સાથે હિન્દુ સમાજના બંધુઓ પણ જોડાયા હતા.



