રૂ. 1 લાખની રોકડ પુરસ્કાર એનાયત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ક્રાઇસ્ટ કોલેજ, રાજકોટના બી.એ. સેમેસ્ટર-2ના વિદ્યાર્થી શ્રેય જોષીએ ટાઈમ્સ ઑફ ઈન્ડિયા પબ્લિક સ્પીકિંગ કોન્ટેસ્ટ – ગુજરાત ચેપ્ટરમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. આ સ્પર્ધા 1976 થી ચાલુ છે અને તે પ્રથમ વખત છે કે કોઈ રાજકોટવાસી આ વિજય હાંસલ કર્યો છે. આ ઐતિહાસિક સિદ્ધિ ક્રાઇસ્ટ કોલેજ અને રાજકોટ માટે ગૌરવની વાત છે. શ્રેય જોષી વિજેતા તરીકે રૂ. 1 લાખની રોકડ પુરસ્કાર પણ જીત્યો છે. ઉપરાંત, ક્રાઇસ્ટ કોલેજની વિદ્યાર્થિની મિસ વિદ્યિ જાનીએ પણ આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં ગુજરાત રાજ્ય સ્તરે રાજકોટ પ્રદેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું, જે કોલેજ માટે એક વધુ ગૌરવપૂર્ણ ક્ષણ છે. ક્રાઇસ્ટ કોલેજ હંમેશા વિદ્યાર્થીઓમાં વક્તૃત્વકલા અને નેતૃત્વ ક્ષમતાઓનો વિકાસ કરે છે. આ સ્પર્ધામાં ક્ષજ્ઞતતજ્ઞત વિદ્યાર્થીઓની ભવ્ય સફળતા એ કોલેજના શૈક્ષણિક તથા સહ-પાઠ્યક્રમ પ્રવૃત્તિઓ પ્રત્યેની અગ્રણી દૃષ્ટિનો અને સમર્પણનો સાક્ષી છે.
- Advertisement -
ક્રાઇસ્ટ કોલેજના ડિરેક્ટર ડો. ફાઘર જોમોન થોમ્માના એ આ સિદ્ધિ માટે વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા અને કહ્યું કે, “આજે અમારા વિદ્યાર્થીઓએ માત્ર ક્રાઇસ્ટ કોલેજ માટે નહીં, પરંતુ સમગ્ર રાજકોટ માટે ગૌરવ મેળવ્યું છે. અમે સતત પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્લેટફોર્મ પ્રદાન કરી રહ્યા છીએ, જેથી તેઓ પોતાની ક્ષમતાને પારખી શકે અને ઊંચી સિદ્ધિઓ હાંસલ કરી શકે.” તેમણે વિદ્યાર્થીઓને ભવિષ્યમાં વધુ ઊંચી સિદ્ધિઓ માટે પ્રોત્સાહિત કર્યા અને કહ્યું કે ક્રાઈસ્ટ કોલેજ હંમેશા એમની પ્રગતિ માટે મજબૂત આધારરૂપ રહેશે. વિદ્યાર્થીઓની આ વિજેતા યાત્રા એ પ્રેરણાદાયી છે અને ભવિષ્યમાં વધુ વિદ્યાર્થીઓ માટે ઉદ્દીપક સાબિત થશે. “ક્રાઇસ્ટ કોલેજ – ગૌરવ અને શ્રેષ્ઠતાનું પ્રતિક!”



