ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.28
મોરબીના બેલા-ખોખરા હનુમાન મંદિર-ભરતનગર રોડને 7 મીટર પહોળો બનાવવા આરસીસી રોડ અને જરૂરી નવા સ્ટ્રકચર, બ્રીજ સહિતના કામના નિર્માણ માટે રૂ 30 કરોડના ખર્ચે મંજુરી આપવામાં આવી રહ્ય છે સોશ્યલ મીડિયા પ્લેત્ફોટ એક્સ પર રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે પોસ્ટ કરી માહિતી આપી છે.
બેલા ભરતનગર રોડને 30 કરોડના ખર્ચે 7 મીટર પહોળો બનાવવામાં આવશે જે રસ્તો નેશનલ હાઈવે તથા મોરબી જેતપર સ્ટેટ હાઈવેને જોડતો અગત્યનો રસ્તો છે માર્ગ વિકાસની કામગીરીના પગલે ખોખરા હનુમાનજી મંદિરના દર્શનાર્થી અને રોડ પર આવેલ 150 જેટલા ઓદ્યોગિક એકમોને ફાયદો થશે
30 કરોડના ખર્ચે બેલા-ભરતનગર રોડને 7 મીટર પહોળો બનાવાશે



