બંનેમાથી જે ટીમ જીતે તેનો પ્રથમ વિજય હશે
ગત ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને રાજસ્થાન રોયલ્સ (RR), જે પોતાની શરૂઆતની મેચોમાં હારનો સ્વાદ ચાખી ચૂકી છે, બુધવારે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં એકબીજા સામે ટકરાશે, ત્યારે તેઓ શક્ય તેટલી વહેલી તકે તેમની નબળાઈઓને દૂર કરવાની રહેશે.
- Advertisement -
જ્યારે નાઈટ રાઈડર્સ ટુર્નામેન્ટની શરૂઆતની મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે સાત વિકેટે હાર્યું હતું, રાજસ્થાન રોયલ્સે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે 44 રને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ બંને મેચમાં નાઈટ રાઈડર્સ અને રાજસ્થાનની ટીમ બેટિંગ અને બોલિંગ બંને વિભાગમાં આક્રમકતા બતાવવામાં નિષ્ફળ રહી હતી.
વરુણ પાસેથી અપેક્ષાઓ
સ્પિનર વરુણ ચક્રવર્તી, જે આ મેચ પહેલા સારા ફોર્મમાં હતો, તે પ્રભાવ પાડી શક્યો નહીં તે તેના માટે ચિંતાનો વિષય હશે. ઈડનની પીચ પર ફિલ સોલ્ટ અને વિરાટ કોહલીએ ચક્રવર્તી સામે સરળતાથી રન બનાવ્યા. નાઈટ રાઈડર્સ ટીમને આશા છે કે આ સ્પિનર ગુવાહાટીમાં પુનરાગમન કરવામાં સફળ રહેશે. નાઈટ રાઈડર્સ એનરિક નોર્ટજેની ફિટનેસ પર પણ નજર રાખશે.