શાસ્ત્રી મેદાનમાં યોગા, આરોગ્ય સહિત વિવિધ રચનાત્મક પ્રવૃત્તિઓ થઈ શકે તે માટે રોડમેપ તૈયાર કરાશે.
રાજકોટ : રાજકોટના કલેકટર અરુણ મહેશ બાબુએ આજે રાજકોટના શાસ્ત્રી મેદાનની મુલાકાત લઇ આ મેદાનનો રચનાત્મક પ્રવૃત્તિઓ માટે ઉપયોગ થાય અને તેનું રી ડેવલપમેન્ટ થાય તે માટે ચર્ચા વિચારણા કરી હતી.

- Advertisement -
રાજકોટના પ્રાંત અધિકારી સિધ્ધાર્થ ગઢવીએ કલેકટરને શાસ્ત્રી મેદાનનો હયાત વિસ્તાર અને તેમાં હાથ ધરી શકાય તેવી રચનાત્મક પ્રવૃત્તિઓ – કામગીરીઓની વિગતો રજુ કરી હતી. તેમજ લોકોના આરોગ્યને ધ્યાને લઈ આ જગ્યામાં વોકિંગ, સિનિયર સિટીઝન – બાળકો માટેની વિવિધ પ્રવૃત્તિઓ, યોગા સહિતની વ્યવસ્થાઓ માટેના આયોજનની રૂપરેખા આપી આ માટે હાથ ધરવામાં આવેલ સુચીત પ્લાન અંગે કલેકટરને માહિતગાર કર્યા હતા.

શાસ્ત્રી મેદાનની મુલાકાત બાદ જિલ્લા કલેકટર એ જામનગર રોડ સ્થિત ઘંટેશ્વર ખાતે નિર્માણાધીન ડીસ્ટ્રીક કોર્ટ બિલ્ડીંગની પણ મુલાકાત લીધી હતી. કામગીરી સમયસર પૂર્ણ થાય તે માટે સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. અત્યાર સુધી થયેલી કામગીરી અને આગામી છ મહિનામાં પૂર્ણ થનાર કામગીરી અંગે જરૂરી વિગતો શહેર માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર નિતેશ કામદારે આપી હતી. આ વેળાએ પ્રાંત અધિકારી ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાના અધિકારી સહિત સંબંધિત કચેરીઓના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
- Advertisement -



