ખાસ-ખબર ન્યૂઝ વિરપુર
યાત્રાધામ વીરપુરમાં ગાયત્રી મુક્તિધામ સેવા સમિતિ તેમજ મહિલા મંડળ દ્વારા છેલ્લા પંદર વર્ષથી સામુહિક અસ્થિપૂજન કરવામાં આવે છે. છેલ્લા પંદર વર્ષથી યાત્રાધામ વીરપુરમાં મૃત્યુ પામેલાં લોકોના અસ્થિનું સામુહિક પૂજન કરી હરિદ્વાર ખાતે માં ગંગા નદીમાં વિસર્જિત કરવામાં આવે છે. જેમાં આ વર્ષે પણ મુક્તિધામ ખાતે સામુહિક અસ્થિ પૂજન કરવામાં આવ્યું હતું. જેમાં વર્ષ દરમિયાન મૃત્યુ પામેલા સ્વર્ગસ્થ મૃતઆત્માઓની શાંતિ અર્થે દર વર્ષની જેમ આ વર્ષે પણ સામુહિક અસ્થિઓનું પૂજન મુક્તિધામ સ્મશાન ખાતે કરવામાં આવ્યું હતું, સાથે મૃત્યુ પામેલાઓની આત્માને શાંતિ મળે તે માટે ગાયત્રી મહાયજ્ઞ પણ કરવામાં આવ્યો હતો. આ સામુહિક અસ્થિઓનું પૂજન બાદ તમામ અસ્થિઓને અસ્થિકુંભમાં ભરીને હરિદ્વાર ખાતે લઈ જવાશે અને પધરાવાશે.
- Advertisement -
મૃતઆત્માઓની સદગતિ માટે પવિત્ર ગંગા નદીના કિનારે તા. 23/03/2025 થી ભાગવત કથાનું આયોજન હરિદ્વાર મુકામે કરેલુ છે. વર્ષ દરમિયાન મૃત આત્માઓના અસ્થિઓને પણ ભાગવત કથા સંભળાવવાની હોય શાસ્ત્રી શ્રી જગદીશબાપુ દેવમુરારી સ્વમુખે ભાગવત કથાનું રસપાન કરાવશે. ત્યારબાદ વીરપૂર મુક્તિધામ માં એકત્રિત થયેલ અસ્થીઓનું તા. 29-03-2025 ને અમાસના રોજ ભાગવત કથા પૂર્ણ થયે ગંગા નદીના કિનારે હરિદ્વારના વિદ્વાન પંડિતો દ્વારા સંપૂર્ણ હિન્દુ શાસ્ત્રોક વિધિથી અસ્થિકુંભને ગંગાનદીના પ્રવિત્ર જળમાં વિસર્જન કરવામાં આવશે. આ સેવાકાર્યમાં શ્રી ગાયત્રી મુક્તિધામ ટ્રસ્ટ વીરપૂરના પ્રમુખ અનીલભાઈ વઘાસિયા તથા સાધુ સમાજના અમરદાસ કાપડી, સ્વામિનારાયણ મંદિરના પૂજારી મનસુખભાઈ ડોબરીયા, રવિ હોટેલ વાળા કાંતિભાઈ વેકરીયા, વિઠલભાઈ ડોબરિયા, રાકેશભાઈ ગાજીપરા ધીરજભાઈ સિવૈયા, મગનભાઇ પાદરિયા આ સેવા યજ્ઞમાં જોડાયેલ છે.



