એક લાખથી વધુની રકમના બાકી વેરા નહીં ભરનારની મિલકત જપ્તીની કાર્યવાહી
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.22
મોરબી મહાનગરપાલિકા દ્વારા 1 લાખથી વધુ વેરો બાકી હોય તેવા 257 મિલકતધારકોને તા. 01 જાન્યુઆરીથી 20 માર્ચ સુધીમાં વોરંટ બજવણી કરવામાં આવી હતી જેમાંથી 99 મિલકતધારકોએ સંપૂર્ણ ટેક્ષ ભરી દીધો છે તેમજ ટેક્ષ શાખા દ્વારા 8 પાણી કનેક્શન અને 34 મિલકતોને શીલ કરવામાં આવી છે
તે ઉપરાંત 75 હજારથી 1 લાખ સુધીની રકમના બાકીના 144 મિલકતધારકોને વોરંટ બજવણી કરવામાં આવી હતી જેમાંથી 69 મિલકતધારકો દ્વારા સંપૂર્ણ ટેક્ષ ભરવામાં આવ્યો છે હાલ ટેક્ષ શાખા દ્વારા 50 હજારથી 75 હજારની વોરંટ બજવણી 273 કરેલ છે જેમાંથી 94 મિલકતધારકો દ્વારા ટેક્ષ ભરવામાં આવ્યો છે આગામી સમયમાં 10 હજારથી 50 હજાર સુધીના વોરંટ બજવણી કરવામાં આવશે જેથી બાકી વેરા તાત્કાલિક ભરપાઈ કરવા મહાપાલિકાની યાદીમાં જણાવ્યું છે



