ભીસ્તીવાડમાં DCP જગદીશ બાંગરવા, ACP રાધિકા ભારાઈ, પ્ર.નગર P.I.નું ઓપરેશન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
બેકાબૂ બનેલા ગુનેગારો પર અંકુશ લગાવવા પોલીસવડાના આદેશ બાદ રાજકોટ પેાલીસે 756 ગુનેગારોની યાદી તૈયાર કરી તેની સામે ઝુંબેશ શરૂ કરી હતી પોલીસ પર બે-બે હુમલા સહિતના એક ડઝન જેટલા ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા નામીચા માજિદ રફિકભાઇ ભાણુને સાથે રાખી તેની નજર સામે જ તેના ભીસ્તીવાડના મકાન પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે તેમજ તેના સાગરીત ઇસુભાની પણ છ ઓરડીઓ તોડી પાડવામાં આવી છે. જ્યારે યુનિવર્સિટી પોલીસે નાણાવટી ચોક પાસે રહેતો નામચીન મકાન પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.
થોડા દિવસો પૂર્વે રૂખડિયાપરામાં રહેતા ફરીદાબેન જુસબભાઇ શેખના ઘેર જઇને મારી નાખવાની ધમકી આપી મકાન પર સોડા બોટલના ઘા કરી ધમાલ મચાવવાના ગુનામાં પ્ર.નગર પોલીસે ગુનો નોંધી તેને પકડવા ગયા હતા. દરમિયાન તમે પોલીસ હોય તો શું થયું અમે આ વિસ્તારના ડોન છીએ તમારે અહીં નહીં આવવાનું કહી બે પોલીસમેન પર હુમલો કરી તેના સરકારી વાહનોમાં તોડફોડ કરી હતી. બાદમાં પ્ર.નગર પોલીસે ફરજમાં રૂકાવટના ગુનામાં 10 જેટલા આરોપીને પકડી લીધા હતા ત્યારે એસઓજીની ટીમે રવિવારે ફરાર માજિદ રફિક ભાણુને પકડી તેના વિસ્તારમાં સરઘસ કાઢી હાથ જોડાવી લોકોની માફી મગાવી હતી. પોલીસની તપાસમાં નામચીન માજિદ ભાણુ ગુજસીટોક, ફરજમાં રૂકાવટ, મારામારી સહિત 11 ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યા હોવાનું બહાર આવ્યું હતું દરમિયાન ડીસીપી સહિતના સ્ટાફે આરએમસીના બુલડોઝર સાથે ભીસ્તીવાડમાં ધસી ગયા હતા અને માજિદને સાથે રાખી તેની નજર સામે તેના બે મકાન પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું આ ઉપરાંત પોલીસ હુમલામાં સામેલ ઇશોભાની વોંકળા કાંઠે સરકારી જમીનમાં ખડકી દીધેલી 6 ઓર્ડીઓમાં ઉપર પણ બુલડોઝર ફેરવી દઈ જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી.
ગુજસીટોકના આરોપી લાલા અને બે મહિલા સહિત પાંચના મકાનના વીજ કનેક્શન કટ
રાજ્યમાં કાયદો વ્યવસ્થાની કથળેલી સ્થિતિ પર અંકુશ લવાવવા સરકારના આદેશ બાદ રાજકોટ પોલીસે દૂધસાગર રોડ પર રહેતો અને પોલીસ પર હુમલા સહિતના ગુનામાં સંડોવાયેલો તેમજ તાજેતરમાં ગુજસીટોકના ગુનામાં બહાર આવેલો ઇમ્તિયાઝ રાઉમા ઉર્ફે લાલોના મકાનમાં ગેરકાયદેસર વીજ કનેકશન કટ કરવામાં આવ્યું હતું તેમજ ચુનારાવાડ અને થોરાળા વિસ્તારમાં રહેતી અને થોરાળા વિસ્તારની રંજન અને રમા સહિત પાંચ બુટલેગરના મકાનમાં ચાલતા ગેરકાયદેસર વીજજોડાણ કટ કરવામાં આવ્યા છે. તેમજ નામચીનના મકાન ચેકિંગ પણ કરવામાં આવ્યા હતા. જ્યારે યુનિવર્સિટી પોલીસ દ્વારા 24 ગુનેગારોના ગેરકાયદેસર વીજ કનેકશન કાપી નાખવામાં આવ્યા છે અને તેના ઘેરથી વીજ મીટરો દૂર કરવામાં આવ્યા છે.
નાણાવટી ચોક પાસે આરોપીની બે ગેરકાયદે ઓરડીનું ડીમોલિશન
નાણાવટી ચોક નજીક છખઈ કવાર્ટરની બાજુમાં કોમન પ્લોટમાં એક શખ્સે બનાવી લીધેલી બે ગેરકાયદે ઓરડી ગાંધીગ્રામ-2 પોલીસે તોડાવી નાખી હતી આ બંને ઓરડી અફઝલ ઉર્ફે રાજા બાબાખાન પઠાણ નામના શખ્સે ચણી લીધી હતી. અફઝલ હત્યા, મારામારી સહિતના અનેક ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે. આ ઉપરાંત રૈયાધાર અને રૈયા ગામમાં 20 આરોપીઓના 24 ગેરકાયદે વીજ કનેકશન અને વીજ મીટરો પીજીવીસીએલની મદદથી દૂર કરાયા છે. રૈયાધાર વિસ્તારમાં મુખ્યત્વે ગેરકાયદે બાંધકામ અંગે 21 નોટીસો અપાવાઈ છે આ ઉપરાંત શરીર સંબંધી ગુનાઓના 11, 31 બુટલેગરો, 6 હિસ્ટ્રીશીટરો, 10 ટપોરીઓને પણ ચેક કરવામાં આવ્યા છે.



