રેરા ક્ધસલ્ટન્ટ પ્રશાંત વાજા સામે ફરિયાદ નોંધાઈ
150રિં રિંગ રોડ આર.કે. પાન વાળી શેરીમાં શ10 અને ફોર્ચ્યુનર અથડાઈ, મામલો ગાંધીગ્રામ પોલીસ સ્ટે. પહોંચ્યો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.19
રાજકોટ શહેરમાં અકસ્માત બાદ મારામારી અને ગાળાગાળીના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. ઘણીવાર નાની એવી વાત મોટા ઝગડાનું રૂપ બની જતી હોય છે. ત્યારે રાજકોટ શહેરના હાર્દસમા વિસ્તારમાં બે કાર અથડાતા કંઈક આવું જ બન્યું છે, જેની ફરિયાદ ગાંધીગ્રામ પોલીસમાં નોંધાઈ છે. ફરિયાદી આર્યન રવજીભાઈ બગડાના જણાવ્યા અનુસાર; તેઓ પોતાના મિત્ર સાથે શ10 કાર લઈને 150 રિં રિંગ રોડ પર જઈ રહ્યા હતા. જ્યાં તેઓની કાર આરકે પાન વાળી શેરીમાંથી પસાર થઇ રહી હતી ત્યારે તેઓનો અકસ્માત કાળા કલરની ફોર્ચ્યુનર કાર સાથે થાય છે.
બાદમાં કારમાંથી પ્રશાંત વાજા નામનો વ્યક્તિ ઉતરે છે અને બંને વચ્ચે ઝગડો થાય છે. ફરિયાદી જણાવે છે કે; પ્રશાંત વાજા મને સીધી ગાળો આપવા લાગે છે. તેમજ મારા વાળ પકડી મોઢું સૂંઘે છે. ત્યાર બાદ તેઓ પ્રશાંતને જણાવે છે કે હું એક પત્રકાર છું. તેમજ પ્રશાંત એ વાત પણ જાણે છે કે અમે લોકો અનુસૂચિત જાતિમાં આવીએ છીએ, છત્તા પણ અમારી જ્ઞાતિ પ્રત્યે મને હડધૂત કરે છે અને ન બોલવાના શબ્દો બોલે છે. બાદમાં એવી ધમકી પણ આપે છે કે જો આ બાજુ ફરી દેખાણો તો તારા ટાંટિયા ભાંગી નાખીશ. આ ઘટના 13 તારીખ ગુરુવારે બપોરે 1 વાગ્યે બને છે. ત્યાર બાદ ગાંધીગ્રામ પોલીસ તા.18ના રોજ પ્રશાંત વાજા વિરુદ્ધ કલમ 351(3), 352, એટ્રોસિટી એક્ટ 3(1)આર મુજબ ફરિયાદ નોંધે છે.