સર્વેમાં સનસનીખેજ ખુલાસો: મોટી સંખ્યામાં લોકોએ કહ્યું-બેન્કોથી સહયોગ નથી મળતો
મુખ્ય કારણ બેન્કીંગ સીસ્ટમની જટીલતા અને ધીમી સેવા છે
- Advertisement -
સર્વેમાં 63 ટકા ફેમિલીઝને તેમના વધુ બેન્ક ખાતાને એકસેસ કરવામાં પરેશાની
ઓનલાઈન બેન્કીંગે નિશ્ચિત રીતે લેવડ-દેવડને સરળ કરી નાખી છે. પણ શું બધાને પોતાના બેન્ક ખાતા સુધી ઓનલાઈન એકસેસ છે? શું ઓનલાઈન બેન્કીંગમાં આવતી મુશ્કેલીઓનું બેન્કથી સમાધાન મળી જાય છે? આ બારામાં લોકલ સર્કલ્સનો રિપોર્ટ બતાવે છે કે મોટી સંખ્યામાં લોકો ઓનલાઈન બેન્કીંગથી વંચિત છે. કારણ કે તેમને બેન્કથી સહયોગ નથી મળતો અને સમયસર તેમની મુશ્કેલીઓ દુર નથી થતી.
આ સર્વેમાં 34 ટકા ફેમિલીએ માન્યુ કે તેમના એક કે વધુ સભ્યોનાં પૈસા ઓનલાઈન એકસેસ નથી તેનુ મુખ્ય કારણ બેન્કીંગ સીસ્ટમની જટીલતા અને ધીમી સેવા છે. સર્વેમાં 63 ટકા ફેમિલીએ જણાવ્યું કે તેમના એક કે એથી વધુ બેન્ક ખાતાને એકસેસ કરવામાં પરેશાની થઈ રહી છે.
- Advertisement -
કારણ કે કોઈનું કેવાયસી પુરૂ નથી તો કોઈની સાથે લોગીન સમસ્યા છે કે પછી કોઈનુ બેન્ક ખાતુ નિષ્ક્રીય કરી દીધુ છે. ત્યાં સુધી કે કેટલાંક ખાતાને ડિફોલ્ટર યાદી (ડીઈએએફ)માં નાખી દેવાયું છે અને તેમનાં પૈસા આરબીઆઈના ડિપોઝીટર એજયુકેશન એન્ડ અવેરનેસ ફંડ (ડીઈએએફ)માં સ્થળાંતર કરી દેવાયા છે. સર્વેમાં સામેલ 59 ટકા લોકોએ જણાવ્યું કે જયારે તેમણે પોતાના નિષ્ક્રીય બેન્ક ખાતાનું ઓનલાઈન એકસેસ ઈચ્છયુ તો તેમને બેન્કની નોકરશાહી અને ધીમી સેવાનો સામનો કરવો પડયો હતો.