કલકત્તાના વેપારીએ 2 કરોડ ગુમાવ્યા હતા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સાયબર ફ્રોડ કરનારાઓ અવનવી તરકીબ અજમાવતા રહે છે. ત્યારે પોલીસે 6 ભેજાબાજોની ધરપકડ કરી છે. જેમણે વ્હોટ્સએપ DP ક્લોનિંગ કરીને એક વેપારીને 50 લાખનો ચૂનો લગાવી દીધો હતો. પોલીસે જણાવ્યું હતું કે, મુંબઈની બહારના નાલાસોપારાના ત્રણ લોકો સહિત છ લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમણે શહેરના એક વેપારીના વોટ્સએપ ડિસ્પ્લે પિક્ચરનું ક્લોનિંગ કરીને તેનો ઉપયોગ કરીને વેપારીના મિત્ર પાસેથી 50 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી. વધુમાં જણાવ્યું કે, સાયબર ગુનેગારોનો એક વર્ગ વેપારીઓને છેતરવા માટે નકલી ડીપીનો ઉપયોગ કરી આ નવા પ્રકારના ફ્રોડને અંજામ આપી રહ્યા છે.
- Advertisement -
4 માર્ચે પાર્ક સ્ટ્રીટ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદ બાદ તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસે આરોપીઓ પાસેથી 24 લાખ રૂપિયાથી વધુની રકમ જપ્ત કરી લીધી છે. છેલ્લા થોડા દિવસોથી પોલીસને ઘણી સફળતા મળી અને આરોપીઓની ધરપકડ પણ કરાઈ છે. 1 માર્ચે છ લોકોના જૂથે વેપારીના વોટ્સએપ ડીપીનું ક્લોનિંગ કરીને તેના મિત્રને ફોન કર્યો અને તેને 50 લાખની વ્યવસ્થા કરવા કહ્યું હતું. આગામી ત્રણ દિવસમાં, છેતરપિંડી પ્રકાશમાં આવી અને વેપારીને બધો જ ખ્યાલ આવી ગયો. આ કેસમાં કલમ 338, 336, 340 મુજબ કેસ નોંધવામાં આવ્યો છે. તેમજ સમયાંતરે પોલીસે વકાબ મોહમ્મદ, રિયા રાઝી સૈયદ, સચિન મનોહર પ્રસાદ, પવન શોની, મહેન્દ્ર પાલ સિંહ, ચેતન સિંહ દહિયાની ધરપકડ કરી છે. ગયા અઠવાડિયે, મધ્ય કલકત્તાના એક વેપારીએ આવી જ છેતરપિંડીમાં લગભગ 2 કરોડ ગુમાવ્યા હતા. કોલકાતા પોલીસે વેપારીને લગભગ 1.6 કરોડ વસૂલવામાં મદદ કરી હતી. હાલમાં વ્હોટ્સએપ DP ક્લોનિંગના સહારે ફ્રોડ ના કિસ્સાઓ બની રહ્યા છે ત્યારે વેપારી વર્ગે વધુ સાવચેત રહેવાની જરૂર જણાય છે.