જૂનાગઢ મનપાનું વર્ષ 2025-26નું સ્થાયી સમિતિનું અંદાજપત્ર
વર્ષ 2025-26નું બજેટ આગામી જનરલ બોર્ડમાં રજુ થશે
- Advertisement -
કમિશ્નર દ્વારા 40.68 કરોડના વેરામાં સુધારો કરી 34.67 કરોડ મંજુર કર્યો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.17
જૂનાગઢ મહાનગર પાલિકા કમિશ્નર દ્વારા વર્ષ 2025 – 26નું અંદાજપત્ર વાળું બજેટ રજુ કરવામાં આવ્યું હતું અને સ્થાહી સમિતિને સુપ્રત કરાયું હતું આજે સ્થાહી સમિતિની એક બેઠકમાં સુધારો વધારા સાથે રજુ કરાયું હતું જેમાં કમિશ્નર દ્વારા જે વેરા વધારો સૂચવેલ હતો તેમાં ફેરફાર કરી આજે બજેટ રજુ કરાયું હતું જે બજેટ આગામી જનરલ બોર્ડમાં રજુ કરવામાં આવશે તેમ સ્થાહી સમિતિ ચેરમેન પલ્લવીબેન ઠાકરે જણાવ્યું હતું. મહાનગર પાલિકા કમિશ્નર દ્વારા રૂ.40.68 કરોડના વધારામાં સુધારો કરીને 1457.77 કરોડનું સ્થાહી સમિતિ દ્વારા વર્ષ 2025 – 26નું અંદાજપત્ર બજેટ રજુ કરવામાં આવ્યું હતું જેમાં સ્થાહી સમિતિ ચેરમેન દ્વારા રજુ કરવામાં આવેલ બજેટ શહેરના સર્વાંગી વિકાસ સાથે જનરલ બોર્ડમાં રજુ કરવામાં આવશે તેમ મીડિયા સમક્ષ જણાવ્યું હતું. આજે સ્થાહી સમિતિ દ્વારા વર્ષ 2025 – 26ના બજેટમાં અગાઉના બજેટમાં રજુ થયેલ ઘણા નિર્ણયો ફરી આ બજેટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે મહાનગર પાલિકાની નવ નિયુક્ત બોડી દ્વારા વર્ષ 2025 – 26ના બજેટમાં શું શું કરશે તેનો બજેટમાં ચિતાર આપવામાં આવ્યો છે.
શહેરના સર્વાંગી વિકાસવાળું બજેટ: સ્થાયી સમિતિ ચેરમેન
- Advertisement -
સ્પોેર્ટ કોમ્લેક્ષનો વિકાસ
આધુનિક લાઈબ્રેરીથી સજ્જ
સીટી સીવીક સેન્ટર બનશે
એકજીબીશન કમકનવેશન હોલ
વોટર સપ્લાઈ પ્રોજેક્ટની સુવિધા
એલોટી બેઇઝ વોટર મોનીટરીંગ સિસ્ટમ
નરસિંહ મેહતા સરોવર બ્યુટીફીકેશન
વાઘેશ્વરી તળાવનું વધુ સુવિધા સાથે આયોજન
સ્વિમિંગ પુલનું આધુનિકરણ
ભૂગર્ભ ગટર યોજના ગતિ સાથે પૂર્ણ કરવાનું
આયોજન
રેઇન વોટર હરવેસ્ટિંગ પ્રોજેક્ટ
રાખતડા ભટકતા પશુઓ માટે કામગીરી
આધુનિક ગૌશાળા કમ હોસ્પીટલ
શ્વાન માટે સ્ટરીલાઈઝેશન આરોગ્ય સેવા
શ્રવણ કુમાર યોજના
ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરી
પીએમ સ્વનિધિ યોજના
સ્વ. સહાય જૂથ યોજના
હેકર્સ ઝોન સ્થાપિત
ફૂડ પાર્ક બનાવવામાં આવશે
સ્મશાન ગૃહ સુધારાણા થતા નવું સ્મશાન ગૃહનું
નિર્માણ કરવું
એનજીઓની મદદથી આરોગ્ય સેવામાં વધારો કરવો
શહેરમાં રાત્રી બજાર શરુ કરવી
સ્વછતા સર્વેક્ષણ અન્વયે પ્રાચીન ગરાબીઓને
પ્રોત્સાહન
જૂનાગઢની ઓળખ સમા દામોદર કુંડના તીર્થ
ક્ષેત્રમાં નિત્ય આરતી યોજવી
સામાજીક કાર્ય માટે પ્રભાવકને પુરસ્કાર
એનાયત યોજના