પાકિસ્તાનમાં ટ્રેન હાઇજેક કરવાની પહેલી ઘટના બલૂચ બળવાખોરોએ અંજામ આપી હતી. ત્યારબાદ બલૂચ બળવાખોરોએ પાકિસ્તાની સેનાના કાફલા પર હુમલો કર્યો અને 90 પાકિસ્તાની જવાનોની હત્યા કર્યાનો દાવો કર્યો. જોકે હવે આ ભયાનક હુમલાનો વીડિયો ખુદ બલૂચ બળવાખોરોએ જ જાહેર કર્યો છે.
બસને નિશાન બનાવી હતી
- Advertisement -
બલૂચ બળવાખોરોએ બલૂચિસ્તાનના નોશ્કીમાં એક હાઇવે પર હુમલો કર્યો હતો. બલુચિસ્તાન લિબરેશન આર્મી (BLA) એ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે અને તેનો એક વીડિયો પણ જાહેર કર્યો છે. વીડિયોમાં વિસ્ફોટ પછી બસમાંથી આગ અને ધુમાડાના ગોટેગોટા નીકળતા જોઈ શકાય છે.
વિસ્ફોટક ભરેલા વાહનથી હુમલો કર્યો
હુમલા અંગે માહિતી આપતા એક પાકિસ્તાની પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ઘટનાસ્થળેથી મળેલા પુરાવા સૂચવે છે કે એક આત્મઘાતી બોમ્બરે વિસ્ફોટકોથી ભરેલું વાહન કાફલામાં ઘુસાડી દીધું હતું. વિસ્ફોટ પછી, કેટલાક અન્ય આતંકવાદીઓએ FC કર્મચારીઓ પર ગોળીબાર કરી દીધો હતો.