રાજકોટ રૂરલ SP હિમકર સિંહે જણાવ્યો ગોંડલના રાજકુમાર જાટનો સમગ્ર ઘટનાક્રમ
પૂર્વ MLAના ઘરમાં સામાન્ય વાતચીત અને બોલાચાલી થઇ: SP હિમકર સિંહ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગોંડલના રાજકુમાર જાટની ઘટનામાં ગોંડલના પૂર્વ ખકઅ જયરાજ સિંહ જાડેજા સામે અનેક સવાલો અને તર્કવિતર્ક ઉભા થયા હતા. મૃતકના પરિવારજનોએ પૂર્વ ખકઅ જયરાજ સિંહ જાડેજા સામે અનેક ગંભીર સવાલો પણ ઉઠાવ્યા હતા. તેમજ તેમના દીકરાના ગુમ થયાના સમય બાદ પરિવારજનોએ પોલીસને ન્યાય માટે ગુહાર લગાવી હતી. ત્યારે ગોંડલના યુવક રાજકુમાર જાટની લાશ રાજકોટ-અમદાવાદ હાઇવે પરથી મળી આવી છે. આ બાદ રાજકોટ રૂરલ જઙ હિમકર સિંહે એક પ્રેસ કોન્ફરન્સ કરીને સમગ્ર ઘટનાક્રમ જણાવ્યો છે અને યુવકનું મોત કઈ રીતે થયું છે તેના વિશેની હકીકત જણાવી છે.
SP હિમકરસિંહે જણાવી સમગ્ર હકીકત
મરણજનાર રાજકુમાર જાટ 2 તારીખે રાત્રે 2 વાગે ઘરેથી ચાલ્યા જાય છે. 3 તારીખે આ વાતની જાણ પિતાને થાય છે અને આ બાબતે ગુમ થયાની ફરિયાદના અર્થે તેમના પિતા 5 તારીખે જઙને મળે છે. જ્યાં જઙ તેમને 1 કલાક સુધી સાંભળે છે અને તપાસનો ધમધમાટ શરુ થાય છે. SPએ આ બાબતની ચોક્સાઇપૂર્વક તાપસ માટે અલગ-અલગ ટિમો બનાવે છે અને સીસીટીવી પણ ચકાશે છે. જે મુજબ મરણજનાર રાજકોટ ગોંડલ હાઇવે પર અલગ જગ્યાએ સમયાંતરે જોવા મળે છે. જેની સમગ્ર વિગત જઙ જણાવે છે. ત્યાર બાદ રાજકુમાર તા. 3/3/35 સાંજે 6:34 વાગે રામધામ આશ્રમમાં પ્રવેશ કરે છે અને 4 તારીખે સવારે 2 વાગે ફરી ત્યાંથી નીકળી જાય છે. 4 માર્ચ 2025ના રોજ રાત્રિના 3 વાગ્યા આસપાસ એક વાહને હડફેટે લેતા યુવકનું મોત નીપજ્યું હોવાની આશંંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ યુવક રાજકુમાર હોવાની ઓળખ થતા રાજકોટ પોલીસે પરિવારને જાણ કરી હતી. ડેડ બોડી 3 વાગે રાજકોટ અમદાવાદ હાઇવે પર મળે છે જેને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવે છે. જેની ઓળખ કરી પરિવારને જાણ કરવામાં આવે છે.
- Advertisement -
આ ઘટનામાં તાપસ કરતા જાણવા મળે છે કે, રાજકુમાર જાટની માનસિક સ્થિતિ સારી નથી. ઘરમાં અણબનાવને લઈને પિતા-પુત્ર વચ્ચે માથાકૂટ પણ થતી રહેતી હોવાનું જઙ હિમકર સિંહ જણાવે છે. આ પહેલા પણ અગાવ તે ઘરેથી કીધા વગર જ ચાલ્યો ગયો હતો. હાલની ઘટનામાં પિતા જયારે તેને ફોન કરે છે ત્યારે મંદિરના પૂજારી ફોન ઉપાડે છે અને પછી તે તેને મળવા જાય છે. ત્યારે પિતા-પુત્ર વચ્ચે બોલાચાલી પણ થાય છે અને બંને ત્યાંથી બાઇકમાં પરત ફરે છે. દરમ્યાન પૂર્વ ખકઅ જયરાજસિંહના ઘર નજીક બાઈક ઉભું રાખવામાં આવે છે અને રાજકુમાર બાઇકમાંથી ઉતરી સીધો જ ખકઅના ઘરમાં પ્રવેશે છે. જ્યાં તેને અટકાવવામાં પણ આવે છે અને હાજર રહેલા માણસો સાથે થોડી બોલાચાલી પણ થાય છે, પરંતુ તેને અહીં તેને મારવામાં આવ્યો નથી.
રાજકુમાર જાટની માનસિક હાલત અસ્થિર