ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે થયેલા ચેમ્પિયન્સ ટ્રોફીના ફાઈનલ મુકાબલાને રેકોર્ડ બ્રેકિંગ વ્યૂઅરશીપ મળી છે. એક સમયે આ મેચ 90 કરોડ લોકો સ્ટ્રીમ કરી રહ્યા હતા, જે ક્રિકેટના ઈતિહાસમાં નવો રેકોર્ડ છે.ચાલો જાણીએ વિસ્તૃત માહિતી.
ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા 251 રન બનાવ્યા હતા. ભારતીય ટીમે 6 વિકેટ ગુમાવીને આ મુકાબલો જીતી લીધો. આ મેચ જિયો હોટસ્ટાર પર લાઈવ સ્ટ્રીમ થઈ રહી હતી અને અહીં વ્યૂઅરશીપના બધા જ રેકોર્ડ તૂટી ગયા. જિયો હોટસ્ટારના આંકડા મુજબ, એક સમયે આ મેચને સમગ્ર વિશ્વમાં 90 કરોડ લોકો જોઈ રહ્યા હતા. વ્યૂઅરશીપના મામલે આ એક નવો રેકોર્ડ છે. આ મેચે 2017માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા ચેમ્પિયન્સ ટ્રોફીના ફાઈનલની વ્યૂઅરશીપ 36.6 કરોડનો પણ રેકોર્ડ તોડી નાખ્યો. ખાસ કરીને ભારત-પાકિસ્તાન મેચને ક્રિકેટની સૌથી મોટી રાઈવલરી તરીકે જોવામાં આવે છે.
આ ટૂર્નામેન્ટમાં બન્યા છે અનેક રેકોર્ડ
- Advertisement -
આ વખતની ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન માત્ર ક્રિકેટના જ નહીં, પણ વ્યૂઅરશીપના ક્ષેત્રમાં પણ અનેક નવા રેકોર્ડ સર્જાયા. 23 ફેબ્રુઆરીએ ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા મુકાબલાને 60.2 કરોડ વ્યૂઅરશીપ મળી હતી. તે જ રીતે, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે થયેલા સેમીફાઈનલ મુકાબલાને 66 કરોડ લોકોએ સ્ટ્રીમ કર્યું હતું.
સસ્તા પ્લાનમાં મળતી સ્ટ્રીમિંગની તક
જિયો હોટસ્ટાર પર ક્રિકેટ સહિત અનેક રમતોની લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવે છે. કંપની ઓછી કિંમતે પ્લાન્સ દ્વારા લોકોને આનો આનંદ માણવાની તક આપે છે. જિયો હોટસ્ટારનો સૌથી સસ્તો પ્લાન 149 રૂપિયામાં આવે છે, જે એડ-સપોર્ટેડ છે અને 3 મહિના માટે માન્ય છે. 449 રૂપિયામાં એક વર્ષ માટેનો એડ-સપોર્ટેડ પ્લાન મળે છે. જ્યારે 1,499 રૂપિયામાં એક વર્ષ માટે પ્રીમિયમ પ્લાન ઉપલબ્ધ છે