PM મોદી આજથી બે દિવસ ગુજરાતમાં
સાંજે સુરતમાં રોડ શૉ અને સભા
ખાસ-ખબર ન્યૂઝ સુરત
- Advertisement -
ઙખ મોદી 2-3 માર્ચે ગીર અને જામનગર આવ્યા બાદ આજે (7 માર્ચ, 2025) ફરી ગુજરાત પહોંચી ચૂક્યા છે. આમ તેઓ 4 દિવસમાં બીજી વાર ગુજરાતની મુલાકાતે પહોંચ્યા છે. સૌરાષ્ટ્ર બાદ હવે દક્ષિણ ગુજરાતનો પ્રવાસ કરશે. તેમને આવકારવા માટે સુરત શહેર થનગની રહ્યું છે અને નવા રંગરૂપ પણ ધારણ કરી લીધા છે. તો બીજી તરફ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પણ ગુજરાતના પ્રવાસે છે. ઙખ મોદી દિલ્હીથી સુરત એરપોર્ટ પર પહોંચતા સીઆર પાટીલ સહિતના આગેવાનોએ મોદીને આવકાર્યા હતા.
પીએમ અહીંથી સીધા હેલીકોપ્ટર મારફત સેલવાસ પહોંચ્યા છે. અહીં 450 બેડની નમો હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું. ત્યારબાદ વડાપ્રધાને રોડ શો યોજી લોકોનું અભિવાનદ ઝીલ્યું હતું. સેલવાસમાં જાહેરસભાને સંબોધન કરી સંઘપ્રદેશને હજાર કરોડના વિકાસ કામોની ભેંટ આપશે. સેલવાસમાં નવનિર્મિત નમો હોસ્પિટલમા પ્રથમ ફેઝનું વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. સેલવાસમાં પધારેલા વડાપ્રધાન નમો હોસ્પિટલનું લોકાર્પણ કર્યા બાદ રોડ શો યોજી સભા સ્થળે પહોંચતા ભવ્ય સ્વાગત કરાયું હતું. ઉલ્લેખનીય છે કે, ગુજરાતની બે દિવસીય મુલાકાતે પહોંચેલા વડાપ્રધાનનું સુરત એરપોર્ટ પર સીઆર પાટીલ સહિતના નેતાઓએ સ્વાગત કર્યું હતું.