વિશ્વમાં એક એવો દેશ છે કે જ્યાં 96 વર્ષથી એક પણ બાળકનો જન્મ થયો નથી. અહીં એક પણ હોસ્પિટલ નથી. 96 વર્ષો થયા આ દેશ બન્યાને, પણ હજુ સુધી અહીં એક પણ બાળકનો જન્મ નથી થયો.
ભારતમાં દર વર્ષે લગભગ 25 મિલિયન બાળકોનો જન્મ થાય છે, એટલે કે દિવસના લગભગ 67,385 બાળકો જન્મ લે છે, જે વિશ્વમાં જન્મ લેનારા બાળકોનો પાંચમો ભાગ છે. એકતરફ ભારતમાં આટલી મોટી સંખ્યામાં બાળકો પેદા થાય છે, તો બીજી તરફ વિશ્વમાં એક એવો દેશ પણ છે કે જ્યાં 96 વર્ષથી એક પણ બાળકનો જન્મ થયો નથી. આ જગ્યા એટલી અનોખી છે કે અહીં એક પણ હોસ્પિટલ નથી.
- Advertisement -
જાણીને આશ્ચર્ય થશે કે 21મી સદીમાં એવો કયો દેશ છે કે જ્યાં હોસ્પિટલ નથી! પણ ખરેખર એક એવો દેશ છે, અને તે પણ દુનિયાના સૌથી નાના દેશોમાંનો એક. આ દેશમાં રોમન કેથોલિક ચર્ચના વડા રહે છે. આ દેશ છે વેટિકન સિટી, વિશ્વનો સૌથી નાનો દેશ. ચોંકાવનારી વાત એ છે કે આજ સુધી આ દેશમાં એક પણ બાળકનો જન્મ થયો નથી. આ દેશની 11 ફેબ્રુઆરી 1929 ના રોજ બન્યો હતો, પરંતુ ત્યારથી અહીં કોઈ બાળકનો જન્મ થયો નથી.
હોસ્પિટલ કેમ નથી?
વિશ્વભરના કેથોલિક ચર્ચ અને કેથોલિક ખ્રિસ્તીઓ તેને પોતાનું મૂળ માને છે. કેથોલિક ચર્ચ, તેના પોપ અને વિશ્વભરના મુખ્ય ધાર્મિક નેતાઓનું નિયંત્રણ અહીંથી જ થાય છે. આ દેશ બન્યા બાદથી અહીં કોઈ હોસ્પિટલ નથી બની. ઘણી વિનંતીઓ છતાં, અહીં ક્યારેય હોસ્પિટલ બનાવવામાં નથી આવી. જેને લીધે ગંભીર રીતે બીમાર લોકો કે ગર્ભવતી સ્ત્રીઓને સારવાર માટે રોમ જવું પડે છે. જ્યારે આ દેશ રોમની વચ્ચોવચ આવેલો છે.
- Advertisement -
નાનો દેશ અને રોમની સુવિધાઓ
વેટિકન સિટીમાં હોસ્પિટલ ન બનાવવાનું કારણ એ પણ હોઈ શકે કે આ દેશ નાનો છે અને રોમમાં ઉચ્ચ ગુણવત્તાની તબીબી સુવિધાઓ ઉપલબ્ધ છે. વેટિકન સિટી ફક્ત 118 એકર વિસ્તારમાં ફેલાયેલું છે, તેથી તબીબી સહાયની જરૂર હોય તેવા તમામ દર્દીઓને રોમના ક્લિનિક્સ અને હોસ્પિટલોમાં મોકલવામાં આવે છે.
કેમ કોઈ બાળક જન્મ્યું નથી?
વેટિકન સિટીમાં કોઈ પ્રસૂતિ વોર્ડ ન હોવાને કારણે અહીં બાળકોનો જન્મ થઈ શકતો નથી. આ જ કારણ છે કે 96 વર્ષથી અહીં કોઈ જન્મ નોંધાયો નથી. માત્ર 800-900 લોકોની વસ્તી હોવા છતાં, વેટિકન સિટીમાં અન્ય દેશોની તુલનામાં ક્રાઇમ રેટ આશ્ચર્યજનક રીતે વધારે છે. આનું કારણ લાખો વિદેશી પ્રવાસીઓનું આગમન છે, જેઓ ઘણીવાર વ્યક્તિગત ગુનાઓનો શિકાર થાય છે. અહીં ચોરી, પર્સ સ્નેચિંગ અને ખિસ્સાકાતરૂ જેવા ગુનાઓ સામાન્ય છે.
વેટિકન સિટીમાં વિશ્વનું સૌથી નાનું રેલ્વે સ્ટેશન પણ છે. તેનું નામ સિટ્ટા વેટિકોનો છે. તેમાં બે ટ્રેક છે, બંને ટ્રેક 300 મીટર લાંબા છે. પોપ પાયસ XI ના શાસનકાળ દરમિયાન બનેલ આ રેલ્વે લાઇન અને સ્ટેશન ફક્ત માલ પરિવહન માટે છે. અહીં નિયમિત પેસેન્જર ટ્રેનો દોડતી નથી.
અન્ય સ્થળો જ્યાં નથી થયો બાળકનો જન્મ
બ્રિટિશ વિદેશી પ્રદેશ પિટકૈર્ન ટાપુ પર 50 થી ઓછા લોકો રહે છે. તેથી, ઘણા વર્ષોથી અહીં કોઈ જન્મની નોંધણી થઈ નથી. આ બે સ્થળો સિવાય, એન્ટાર્કટિકામાં પણ કોઈનો જન્મ થયો નથી. તે એક ખંડ છે, પણ એક સાર્વભૌમ દેશ નથી. આ સિવાય અહીં જન્મ દુર્લભ છે, કારણ કે આ વિસ્તાર મુખ્યત્વે વૈજ્ઞાનિક રિસર્ચ માટે છે.