મહાનગરપાલિકા બની પરંતુ સુવિધા ગ્રામ પંચાયત કરતાં પણ ખાડે હોવાના આક્ષેપ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.5
સુરેન્દ્રનગર નગરપાલિકાને હવે મહા નગરપાલિકાનો દરજ્જો મળી ચૂક્યો છે ત્યારે જે પ્રકારે મહાનગરપાલિકાની કામગીરી હોય તે પ્રકારે ઠેર ઠેર દબાણ હટાવવા માંડીને સ્વછતા માટે સુરેન્દ્રનગર મનપા કામગીરી આરંભી દેવાઈ છે પરંતુ સુરેન્દ્રનગર શહેરના હજુય કેટલાક વિસ્તારો વિકાસ ઝંખે છે જેના સુરેન્દ્રનગર શહેરના હાર્દ સમાન 80 ફૂટ રોડ પર આવેલી સારસ્વત સોસાયટી ખાતે આજેય રહીશોને પ્રાથમિક સુવિધા મળી રહી નથી અહીંના સ્થાનિકો જણાવે છે કે જ્યાંથી આ સોસાયટી નિર્માણમાં આવી ત્યારથી અહીં રોડ રસ્તાની સુવિધા નથી આ સાથે દર ઉનાળે પાણીની પરિજન અને મોટાભાગે સોસાયટીના રહીશોને અંધારપટ્ટમાં જીવવું પડે છે જોકે સ્થાનિક રહીશોએ આ બાબતે અગાઉ પણ રાજ્યના મુખ્યમંત્રીને ઓનલાઈન રજૂઆત કરી હતી પરંતુ આજદિન સુધી કોઈ નિર્ણય આવેલ નથી આ સાથે સ્થાનિક તંત્રને તો અનેક રજૂઆતો કરીને થાક્યા હોવા છતાં કોઈ દરકાર લેવાઈ નથી ત્યારે સુરેન્દ્રનગરની મહાનગરપાલિકાનો દરજ્જો તો મળી ગયો છે પરંતુ અહીં સુવિધા કોઈ છેવાડાના ગ્રામ પંચાયત કરતા પણ ખાડે ગઈ હોય તેવું નજરે પડે છે.



