લોહાનગરની બેલડીએ 8 ચિલઝડપને અંજામ આપ્યો હતો
5 ચેઇન, બાઈક, ફોન સહિત 4.5 લાખનો મુદામાલ કબ્જે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટને છેલ્લા થોડા દિવસોથી ધમરોળતી સમડી ગેંગને પકડી પાડવામાં અંતે ક્રાઇમ બ્રાન્ચને સફળતા પ્રાપ્ત થઇ છે લોહાનગરની બેલડીએ આઠ ચિલઝડપ કર્યાની કબૂલાત આપતા પોલીસે ચાર ચેઇન, એક ચેઇનનો કટકો, બાઈક, ફોન સહીત 4,52,500 રૂપિયાનો મુદામાલ કબ્જે કર્યો છે.
રાજકોટમાં છેલ્લા થોડા દિવસોમાં નોંધાયેલા ચિલઝડપના ગુનાઓના ભેદ ઉકેલવા પોલીસ કમિશ્નર બ્રજેસ ઝા, એડિશનલ સીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલ, એસિપી ક્રાઇમ બસિયાની સૂચના અંતર્ગત ડીસીબી પીઆઇ એમ આર ગોંડલીયા અને પીઆઇ ડામોરના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ વી આર ડોડીયા અને એમ કે મોવલીયાની ટિમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન સ્ટાફના જલદીપસિંહ વાઘેલા, ગોપાલભાઈ પાટીલ સહિતના સ્ટાફને મળેલી બાતમી આધારે ઉપરોક્ત ચિલઝડપના ગુના આચરતા લોહાનગરના સુનિલ ઉર્ફે આર્યા ભાવેશભાઈ શિયાળ અને જીતેશ ઉર્ફે જીની નરેશભાઈ દુધરેજીયાને ઝડપી લઈ તેની પાસેથી સોનાના ચાર ચેઇન, સોનાના ચેઇનનો એક ટુકડો, એક બાઈક અને એક આઈફોન સહીત 4,52,500 રૂપિયાનો મુદામાલ કબ્જે કાર્યો છે આ બેલડીએ 8 ગુનાની કબૂલાત આપી છે તે પૈકી બે તાલુકામાં અને ત્રણ યુનિવર્સીટીમાં નોંધાઈ ચુક્યા છે ગાંધીગ્રામ વિસ્તારમાં બે અને એ ડિવિઝન વિસ્તારમાં એક ગુનો આચર્યાની કબૂલાત આપી છે સુનીલ અગાઉ ચોરીના સાત ગુનામાં અને જીની અગાઉ એક ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યા છે.