ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.4
મોરબીમાં હાલ મહાનગર પાલીકા બની પછી મોરબી માં ફરવા જેવા સ્થળ હોવા જોઇએ જેમાં હાલ શનાળા રોડ ઉપર આવેલા સરદાર બાગ માં જે ગ્રાન્ટ ફાળવવામાં આવી તે ખુબજ સારી વાત છે પણ શું ? મહાનગર પાલીકા ના અધીકારી અને કમીશનર ને જાણ નથી કે મોરબી માં અન્ય પણ બાગ-બગીચા ભંગાર હાલતમાં છે જેમાં રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ સુરજબાગ રાણીબાગ, મણીમંદીર, અને સાસા કાંઠે વિસ્તાર માં આવેલ કેસરબાગ વગેરે શું ? મોરબી માં મહાનગર પાલીકા વિસ્તાર માં આવતા નથી ? તો તેમાં ગ્રાન્ટ ફાળવવામાં કેમ ચુક થઇ શુ ? આ બાગ-બગીચા માં ગ્રાન્ટ દેવા માટે સરકાર પાસે પુરતા નાણા નથી કે પછી તંત્ર ને આ બાગ-બગીચા ઘ્યાનમાં નથી
મોરબીના ધારા સભ્ય કાન્તીલાલ અમૃતીયા ને મોરબી ના જાગૃત સામાજીક કાર્યકરો અને મોરબી ની જનતા ની માંગ છે કે આ પણ બાગ-બગીચા મા તાત્કાલીક ગ્રાન્ટ ફાળવે અને બાગ-બગીચાનો વિકાસ કરે ત્યાં બાળકો માટે લફસીયા, હીંચકા તથા બાકડા જેમાં રાજાશાહી વખત નુ જે પીકનીક સેન્ટર છે તે પણ હાલ ખંઢેર હાલત માં છે જો તેનો પણ વિકાસ થાય તો મોરબી ના સામાકાંઠા વિસ્તાર ના લોકોને પણ ફરવાનુ એક સ્થળ મળે ત્યાપણ બાળકો માટે અગાઉ પણ રમત-ગમત ના સાધનો હતા તે પણ ફરીથી વિકસાવવા માટે મોરબી ના સામાજીક કાર્યકરો અને મોરબી ની સામાકાંઠા વીસ્તાર ની જનતા ની માંગ છે અને મોરબી મહાનગર પાલીકા ને અને મોરબી ના ધારાસભ્ય તથા કમીશ્નરશ્રી, કલેકટર શ્રી ને અન્ય પણ એક રજુઆત છે જેમાં મોરબીના મયુર પુલ ઉપર લોકોને બેસવા માટે બાકડા મુકો અને અન્ય સ્થળે પણ બાકળાની સુવીધા કરો બસ આજ મોરબી ના સામાજીક કાર્યકરો અને મોરબી ની જનતા ની માંગ છે.
મોરબી: રાજાશાહી વખતનું પિકનીક સેન્ટર પણ ખંડેર હાલતમાં છે ! તાત્કાલિક ધ્યાનમાં લો



