ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.4
માતુશ્રી શાંતાબેન એ. દોશી-ડો.કુસુમબેન એ. દોશી અન્નપૂર્ણા (એ.સી.) હોલ નુ લોકાર્પણ, સ્વ.રસિકલાલ અનડકટ સેવાભવન નું લોકાર્પણ, પ્રભાતધૂન, મહા ગાયત્રિ યજ્ઞ, સન્માન સમારોહ, મહાઆરતી, મહાપ્રસાદ સહીતનાં કાર્યક્રમો યોજાયા.
વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા શહેર ના શ્રી જલારામ ધામ ખાતે આગામી તા.2-3-2025 રવિવાર ફાગણ સુદ 3 ના રોજ સપ્તવિધ કાર્યક્રમો સહ ભક્તિભાવપૂર્વક ધામધૂમ થી ઉજવવામાં આવ્યો હતો. જે અંતર્ગત સવારે પ્રભાતધૂન, મહા ગાયત્રિ યજ્ઞ, એ.સી., જનરેટર, લીફ્ટ ની સુવિધાઓથી સુસજ્જ માતુશ્રી શાંતાબેન એ. દોશી-ડો.કુસુમબેન એ.દોશી અન્નપૂર્ણા હોલ નું લોકાર્પણ,શ્રી જલારામ ધામ ના કાર્યકર્તાઓ તથા સહયોગીઓનો સન્માન સમારોહ, સ્વ.રસિકલાલ અનડકટ(સ્થા.પ્રમુખ અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના) સેવા ભવન નું લોકાર્પણ, મહાઆરતી,મહાપ્રસાદ સહીતનાં કાર્યક્રમો યોજાયા હતા..
માતુશ્રી શાંતાબેન એ.દોશી-ડો.કુસમબેન એ.દોશી અન્નપૂર્ણા ભવન નું લોકાર્પણ શ્રી કીરણભાઈ એ.દોશી, શ્રી હિરેન્દ્રભાઈ એ.દોશી તથા દોશી પરિવાર ના વરદ્ હસ્તે કરવામાં આવ્યુ હતું તેમજ સ્વ.રસિકલાલ અનડકટ સેવા ભવન નું લોકાર્પણ સંતો-મહંતો તથા અનડકટ પરિવાર ના વરદ્ હસ્તે યોજાયું હતું.
આ તકે પ.પૂ.મહંત શ્રી ભાવેશ્વરી માતાજી(રામધન આશ્રમ), આપા ઝાલા ની જગ્યા-મેસરીયા ના મહંત પ.પૂ. કોઠારી શ્રી મગ્નિરામબાપુ, જાજાસર નકલંક ધામ ના મહંત પ.પૂ. નાગરાજ બાપુ, એ.સી. હોલ ના મુખ્ય સહયોગી હિરેન્દ્રભાઈ દોશી, લીફ્ટના સહયોગી દીલુભા ભાઈ જાડેજા (જયદીપ એન્ડ કું-વવાણીયા વાળા), જનરેટર ના સહયોગી ધીરૂભાઈ હીરાણી (વૈભવ ફટાકડા), રૂમ ના સહયોગી કીર્તિભાઈ રવાણી, કેયુરભાઈ રસિકલાલ અનડકટ, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, નિર્મલભાઈ જારીયા, પંકજભાઈ કોટક, પંકજભાઈ કાલરીયા, કીશોરભાઈ ચીખલીયા, નૈમિષભાઈ પંડિત, કીશોરભાઈ કોટેચા (કેશોદ), ધર્મેન્દ્રભાઈ કાનાબાર, પ્રતાપભાઈ ચગ, ઉપેન્દ્રભાઈ કાથરાણી, રવિભાઈ કોટેચા, નિતીનભાઈ પોપટ, હસુભાઈ પુજારા, નરેન્દ્રભાઈ પુજારા, વિનુભાઈ કાથરાણી, અનીલભાઈ મીરાણી, હરીશભાઈ હાલાણી, બાદલભાઈ હાલાણી, દેવેન્દ્રભાઈ હીરાણી, અશ્વીનભાઈ કારીયા, ઘનશ્યામભાઈ પુજારા, જયેશભાઈ કંસારા, પુષ્પરાજસિંહ જાડેજા, સહદેવસિંહ ઝાલા, લખનભાઈ કક્કડ સહીતનાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
શ્રી જલારામ ધામ-મોરબી દ્વારા વિવિધ પ્રકાર ની માનવસેવા જેવી કે બિનવારસી મૃતદેહ ના અંતિમ સંસ્કાર, શબવાહિની સેવા, વૈકુંઠ રથ સેવા, એમ્બ્યુલન્સ સેવા, દરરોજ બપોરે તથા સાંજે પ્રસાદ ની વ્યવસ્થા, દર ગુરુવારે મહાપ્રસાદ, પદયાત્રીઓની સેવા, ડો.કુસુમબેન એ. દોશી અન્નપૂર્ણા રથ, કુદરતી તેમજ માનવસર્જીત આફત સમયે સેવા, મેડિકલ સાધનો ની સેવા, દર માસે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ સહીતની સેવાઓ સર્વજ્ઞાતિય પ્રદાન કરવા માં આવે છે ત્યારે શ્રી જલારામ ધામ-મોરબી ખાતે 4000 સ્કેવર ફુટ માં એ.સી., લીફ્ટ, જનરેટર ની સુવિધાઓ થી સુસજ્જ માતુશ્રી શાંતાબેન એ. દોશી- ડો.કુસુમબેન એ. દોશી અન્નપૂર્ણા ભુવન નુ લોકાર્પણ અષ્ટદશમ્ પાટોત્સવ ના દીવસે યોજવામાં આવ્યુ હતુ.
કાર્યક્રમને સફળ બનાવવા શ્રી રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ-મોરબી, જલારામ ધામ-મોરબી, શ્રી જલારામ સેવા મંડળ-મોરબી, શ્રી જલારામ ધામ મહિલા મંડળ-મોરબી ના અગ્રણીઓએ જહેમત ઉઠાવી હતી.
જલારામ ધામ-મોરબીનો અષ્ટદશમ પાટોત્સવ સપ્તવિધ કાર્યક્રમ સહ ભક્તિભાવપૂર્વક ધામધૂમથી ઉજવાયો
