ખાસ-ખબર ન્યૂઝ વોશિંગ્ટન, તા.4
ટેસ્લાના માલિક અને ટ્રમ્પ સરકારમાં વિશેષ સ્થાન ધરાવતા ઈલોન મસ્કની ડિપાર્ટમેન્ટ ઑફ ગવર્નમેન્ટ એફિશિયન્સી (ઉઘૠઊ)નું નેતૃત્વ કરવા માટે સ્પેશિયલ ગવર્મેન્ટ એમ્પ્લોયી (જૠઊ) તરીકે નિમણૂક કરવામાં આવી હતી. આ નિમણૂકની મુદ્દત સામાન્ય રીતે 365 દિવસમાં 130 દિવસ સુધી સેવા આપવાની છે. આ પ્રતિબંધ હોવા છતાં વ્હાઇટ હાઉસના અધિકારીઓ હવે મસ્કના કાર્યકાળની કોઈ સ્પષ્ટ અંતિમ તારીખ જાહેર કરી રહ્યા નથી. મસ્કની નિમણૂક ફેડરલ સરકારમાં મોટા પાયે છટણી, આક્રમક ખર્ચ ઘટાડવાના પગલાં અને વ્હાઇટ હાઉસના આંતરિક તણાવ દૂર કરવા માટે થઈ છે. ટ્રમ્પ સરકારમાં ઈલોન મસ્કની જવાબદારી પહેલાંથી જ વિવાદિત રહી છે.
DOGEનું નેતૃત્વ કરવાની જવાબદારી સંભાળતા મસ્કે મોટા પાયે બજેટ કાપ અને છટણી સહિત વ્યાપક સુધારા હાથ ધર્યા છે. જોકે, સ્પેશિયલ ગવર્નમેન્ટ એમ્પ્લોયી પર લાદવામાં આવેલી 130 દિવસની કાર્યકાળ મુદ્દત પૂર્ણ થયા બાદ મસ્ક પદ છોડશે કે નહીં તેની અટકળો વધી છે.
- Advertisement -
અમેરિકામાં કોંગ્રેસ દ્વારા 1962માં બનાવવામાં આવેલા નિયમાનુસાર, સ્પેશિયલ ગવર્નમેન્ટ એમ્પ્લોયીનો હોદ્દો, સમય મર્યાદા નિર્ધારિત છે. તેઓ 365 દિવસમાંથી મહત્તમ 130 દિવસ જ એક્ઝિક્યુટીવ શાખામાં કામ કરી શકે છે. તેઓ સરકારના સલાહકાર, એડવાઈઝરી બોર્ડ મેમ્બર તરીકે કામ કરે છે. તેમનો દરજ્જો તેમને ચોક્કસ નાણાકીય જાહેરાત આવશ્ર્યકતાઓને અવગણવાની મંજૂરી આપે છે. આ સ્થાપિત નિયમ હોવા છતાં, વ્હાઇટ હાઉસના ડેપ્યુટી પ્રેસ સેક્રેટરી હેરિસન ફિલ્ડ્સે સ્પષ્ટતા કરી છે કે, મસ્કનો કાર્યકાળ જરૂૂરીયાત મુજબ 130 દિવસ સુધી મર્યાદિત રહેશે નહીં. રાષ્ટ્રપ્રમુખે ઈલોન મસ્કને ફેડરલ સરકારનો કચરો, છેતરપિંડી અને દુરુપયોગને દૂર કરવાનું કામ સોંપ્યું છે, આ મિશન જ્યાં સુધી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી ચાલુ રહેશે.
વ્હાઇટ હાઉસના નિયમાનુસાર, મસ્કનો કાર્યકાળ 20 મેના રોજ પૂર્ણ થાય છે. જો કે, ટ્રમ્પ પ્રશાસન તેનો આ કાર્યકાળ લંબાવવા પર વિચારણા કરી શકે છે. બીજી તરફ ઉઘૠઊમાં મસ્કના વલણે અન્ય અધિકારીઓમાં ખળભળાટ મચાવ્યો છે. તે વરિષ્ઠ કર્મચારીઓ સાથે અગાઉથી પરામર્શ કર્યા વિના જ તાત્કાલિક નિર્ણયો જાહેર કરી રહ્યા છે. જેના લીધે ફેડરલ અધિકારીઓ પર જોખમ વધ્યું છે.