પોરબંદર LCBને વિવાદ સાથે જૂનો નાતો
કરણ જયમલ ઓડેદરાને 6 ફ્રેક્ચર આવ્યા
- Advertisement -
કરણ જયમલ ઓડેદરાને ઘરેથી ઉઠાવી જઈ LCBએ બેફામ માર માર્યો હોવાનો પિતાનો આક્ષેપ: LCBના પી.આઈ. સહિતના સામે ગુનો નોંધવા આવેદન અપાયું
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
પોરબંદર કઈઇ (લોકલ ક્રાઈમ બ્રાન્ચ)નું વધુ એક કારનામું બહાર આવ્યું છે. છાયા ખાતે રહેતો કરણ જયમલ ઓડેદરા નામનો યુવાન પીધેલી હાલતમાં મળી આવતા તેની સામે કઈઇએ પ્રોહિબિશનનો ગુનો દાખલ કર્યો હતો. જ્યારે યુવકના પિતા જયમલ ઓડેદરાએ આક્ષેપો કરતાં કહ્યું હતું કે તેનો પુત્ર રાત્રે ઘરે હતો તે સમયે કઈઇનો બોલેરો તેમના ઘરે આવી હતી અને કરણને ઘરેથી ઉઠાવી લઈ ગયા હતા. ત્યારબાદ તેના પુત્રને છાયા પોલીસ ચોકી ખાતે લઈ જઈ 2 ગેડીયા તૂટી ગયા ત્યાં સુધી ઢોરમાર માર્યો હતો. ત્યારબાદ જમીન પર પછાડી મોઢા ઉપર લાત મારી હતી. જેથી કરણે કહ્યું હતું કે, સાહેબ મને શરીર દુ:ખે છે અને પગમાં બોવ વાગ્યું છે જેથી મને હોસ્પિટલ લઈ જાવ. જેથી કઈઇ ના પી.આઈ કાંબરીયાએ એવું કહ્યું હતું કે તને ક્યાંય નથી લઈ જાવો ખોટા નાટક ના કર ત્યારબાદ તેને કઈઇ ઓફિસે લઈ ગયા હતા ત્યાં કરણને પટ્ટા વડે શરીરમાં મુંઢ માર માર્યો હતો. અને કરણને શરીરમાં 4 જેટલાં ફ્રેક્ચર જેવી ઇજાઓ પહોંચી હતી. જેથી કરણને કમલાબાગ પોલસ સ્ટેશન ખાતેથી જામીન આપી છોડાવ્યા બાદ તાત્કાલિક ધોરણે તેને સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ત્યાં હાલ તેની સારવાર ચાલુ છે. આજે સમસ્ત મહેર સમાજ દ્વારા કમલાબાગ પોલીસ મથકે કઈઇ ઇન્ચાર્જ પી.આઈ. આર.કે. કાંબરિયા તથા અજઈં બટુક વિંઝુડા, કઈઇના પટ્ટાવાળા અજય તથા અજાણ્યા 2 કઈઇ ના સ્ટાફ વિરુદ્ધ ઋઈંછ દાખલ કરવા માટે અરજી આપી હતી. તેમજ જો કોઈ કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં નહીં આવે તો નામદાર હાઇકોર્ટમાં પી.આઈ.એલ દાખલ કરવાની તૈયારી બતાવી છે. સમગ્ર રજૂઆતમાં મહેર શક્તિ સેના, મહેર સુપ્રીમ કાઉન્સિલ, મહેર હિત રક્ષક સમિતિ, ઘેડ સામાજિક વિકાસ સમિતિ સહિતના મહેર સમાજના આગેવાનો અને યુવાનોએ આક્રોશ સાથે આવેદન પાઠવ્યું હતું.
- Advertisement -
હાથે-પગે ફ્રેક્ચર, આખા શરીરે લાકડીના નિશાન
કરણ જયમલ ઓડેદરાને રાત્રે 11:00 વાગ્યે તેની ઘરમાંથી જબરજસ્તી ઉઠાવી, એલ.સી.બી. સ્ટાફના ચાર માણસોએ સ્કૂટરમાં બેસાડી છાંયા પોલીસ ચોકી પર લઈ ગયા. ત્યાં ઇન્ચાર્જ પી.આઈ. કાંબરીયા જીપમાંથી નીચે ઉતર્યા અને લાકડીથી ત્રાટક્યા. કરણ ઓડેદરાએ જોરથી લાકડીના ઘા ખાધા, જેનાથી પગ તોડી નાખ્યો અને તે જમીન પર પડી ગયો. આ પહેલા કે કરણ કોઈ પ્રતિક્રિયા આપી શકે, એલ.સી.બી.ના અન્ય સ્ટાફે લાકડીઓ અને પટ્ટાથી સતત માર માર્યો. ગાલ, છાતી, પેટ અને પગ પર પટ્ટાઓના નિશાન ઉઠી ગયા. મારના પ્રચંડ અસરોના કારણે શરીરના 6 જગ્યાએ ફ્રેક્ચર થયા.