બધા જ યુપી-બિહાર સહિત 6 રાજ્યના: ભારે હિમવર્ષા વચ્ચે રેસ્ક્યૂ શરૂ
ખાસ-ખબર ન્યૂઝ ચમોલી
- Advertisement -
ઉત્તરાખંડના ચમોલીમાં 28 ફેબ્રુઆરીના રોજ સવારે 7:15 વાગ્યે એવલાન્ચ થયું હતું. બરફનો પહાડ ખસી ગયો અને 55 લોકો તેની નીચે ફસાઈ ગયા. ગઈકાલે રાત્રે 8 વાગ્યા સુધીમાં 33 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. આજે સવારે 18 લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. 8 લોકોની શોધ ચાલુ છે.
સેના, ITBP, BRO, SDRF અને NDRFના 200 થી વધુ સૈનિકો બચાવ કામગીરીમાં રોકાયેલા છે. હવામાન હજુ પણ એક પડકાર છે. આ કારણે એર એમ્બ્યુલન્સની વ્યવસ્થા થઈ શકી નહીં. સેનાનાં ખશ-17 હેલિકોપ્ટર સ્ટેન્ડબાય પર છે. આ ઘટના બદ્રીનાથથી 3 કિમી દૂર ચમોલીના માના ગામમાં બની હતી.
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ જણાવ્યું હતું કે ચમોલી-બદ્રીનાથ હાઇવે પર બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન (ઇછઘ) ના કુલ 57 લોકો કામ કરી રહ્યા હતા, જેમાંથી 2 લોકો રજા પર હતા. ઘટના સમયે બધા કામદારો ક્ધટેનર હાઉસમાં હતા. તે જ સમયે, પર્વત પરથી બરફનો મોટો ટુકડો નીચે આવ્યો અને કામદારો દટાઈ ગયા.
એવલાન્ચમાં ફસાયેલા 55 કામદારોમાં બિહારના 11, ઉત્તર પ્રદેશના 11, ઉત્તરાખંડના 11, હિમાચલ પ્રદેશના 7, જમ્મુ-કાશ્મીરના 1 અને પંજાબના 1નો સમાવેશ થાય છે. ઉત્તરાખંડ સરકાર દ્વારા જાહેર કરાયેલી યાદીમાં 13 મજૂરોનાં નામ છે, પરંતુ તેમનાં સરનામાં અને મોબાઇલ નંબર નથી. બાકીના કામદારો વિશે સંપૂર્ણ માહિતી ઉપલબ્ધ છે.
ઉત્તરાખંડ રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સચિવ વિનોદ કુમાર સુમને કહ્યું – ચમોલીમાં હવામાન હજુ પણ ખરાબ છે. 22 લોકોને બચાવવાના પ્રયાસો ચાલુ છે. ઘટનાસ્થળે 200 થી વધુ લોકોને મોકલવાની તૈયારી ચાલી રહી છે. 4 હેલિકોપ્ટર કાર્યરત છે. વાયુસેનાનું ખઈં-17 હેલિકોપ્ટર સ્ટેન્ડબાયમાં છે. હવામાન સાફ થતાં જ એ અહીં પહોંચી જશે.
- Advertisement -
જોશીમઠમાં હવામાન સ્વચ્છ થઈ રહ્યું છે. અમે માના નજીક હેલિપેડ બનાવી રહ્યા છીએ કારણ કે અમારું હેલિપેડ બરફથી ઢંકાયેલું છે. સતત બરફવર્ષાને કારણે રાત્રે બચાવ કામગીરી અટકાવી દેવામાં આવી હતી. આજે સવારે ફરી ઓપરેશન શરૂ થયું છે. જોશીમઠમાં અમારી મેડિકલ ટીમ તૈયાર છે. મુખ્યમંત્રી આજે ઘટનાસ્થળની મુલાકાત લેશે.



