અજયસિંહ ચૌહાણની ધારદાર દલીલ માન્ય રાખતી કોર્ટ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ફરિયાદી સુમનબેન ઈમ્તિયાઝભાઈ હાલા રહે. રાજકોટ તા. 15-1-2018ના રોજ 150 ફૂટ રીંગ રોડ, રૈયા ચોકડી, રાજકોટમાં રહેતા હારુનભાઈ હાલાના દીકરા ઈમ્તિયાઝભાઈ હાલાની સાથે જ્ઞાતિના રીત-રિવાજ મુજબ નિકાહ કર્યા બાદ તેમના સંયુક્ત રહેવા ગયેલ હતા ત્યારે ચાર મહિના સારી રીતે રાખેલ પરંતુ ત્યાર પછી ફરિયાદીના પતિએ ફરિયાદીને ઘરની બહાર નીકળવાની ના પાડતાં અને શેરીમાં કોઈ સાથે બોલવા દેતા નહીં અને ફરિયાદીના મમ્મીને કોરોના જેવી બીમારી થયેલ હોય તો પણ તેમના માવતરે જવાની ના પાડેલ અને કહેતા કે તારે તારા માવતરે જવું હતું તો તારે લગ્ન જ કરવા ન હતા, ફરિયાદી સાથે ગાળાગાળીઓ કરી ઝઘડો કરતા હતા અને આરોપીએ ફરિયાદીને માર પણ મારેલ હતો ત્યારબાદ ફરિયાદીના સાસુ રસોઈ બાબતે મેણાટોણા મારતા હતા કે તને કંઈ જમવાનું બનાવતા આવડતું નથી, તે મારા દીકરાની જિંદગી બગાડી નાખેલ છે, ફરિયાદીના સાસુ ફરિયાદીના પતિની સામે કહેતા કે તુ સુમનને મૂકી દે હું તને બીજી સારી છોકરી સાથે પરણાવી દઈશ અને ફરિયાદીના સસરા પણ ફરિયાદીને રસોઈ બાબતે મેણાટોણા મારતા કે તું જેવી તેવી રસોઈ બનાવે છે જેના કારણે જ મને ડાયાબીટીસની બીમારી આવેલ છે. ફરિયાદી જ્યારે તેમના સાસરે હતા ત્યારે જે ફરિયાદીના સસરાએ ફરિયાદીના પતિમાં બીજી છોકરીઓ શોધતા હતા અને ફરિયાદીને જ્યારે તેમના મમ્મી પપ્પાના ઘરે જવું ત્યારે ફરિયાદીના પતિ કહેતા કે તારે તારા માવતર જવું હોય તો તારો સામાન લઈને જતી રહે મારે તારી કોઈ જરૂર નથી.
- Advertisement -
ફરિયાદીના પિતા તેમના સાસરે આવેલ તેમ છતાં ફરિયાદીના પતિએ ફરિયાદીને રૂમમાંથી બહાર કાઢેલ નહીં જેથી ફરિયાદીના પિતાએ 100 નંબર પર ફોન કરી પોલીસ બોલાવેલ ત્યારે પોલીસ આવેલ ત્યારબાદ ફરિયાદીના પિતાએ ફરિયાદીને તેમના માવતરે લઈ ગયેલ ત્યારબાદ ફરિયાદીના પતિએ ફરિયાદી મોબાઈલ ફોનમાં વોટસએપમાં તા. 12-6-2021ના રોજ પહેલો તલાકનો મેસેજ કરેલ જેથી પંદર દિવસ પછી ફરિયાદીના પિતા અને ફરિયાદીના સસરા તેમના સગાસંબંધીને લઈને ફરિયાદીના માવતરના ઘરે સમાધાન કરીને ફરિયાદીના પતિ તેમના ઘરે પરત લઈ ગયેલ જ્યારે ફરિયાદી તેમના સાસરે ગયા ત્યારે ફરિયાદીના પતિ કે સાસુ-સસરામાં કોઈ પરિવર્તન આવેલ નહીં અને થોડા મહિનાઓમાં ફરિયાદીને દીકરીનો જન્મ થયેલ ત્યારે ફરિયાદીના સાસુ ફરિયાદીના મમ્મીને કહેતા તમારે જીયાણામાં દીકરીને ભારે કપડાં તથા સારુ રજવાડી પારણું જ લઈને આવવું જોશે.
તા. 1-3-2022ના રોજ ફરિયાદીને હરસની બીમારી તથા છાતીમાં પાક થયેલ હોય જેથી ફરિયાદી તેમના સાસુ પછીને તેમના માવતરે ગયેલ હોય ત્યારે ફરિયાદીના પતિને ગમેલ નહીં અને ત્યાં આવીને ઝઘડો કરેલ હતો અને તા. 4-3-2022ના રોજ ફરિયાદીને બીજી વાર તલાકનો મેસેજ કરેલ હતો ત્યારથી ફરિયાદી તેમના માવતરે જ રહીએ છીએ. અને તા. 26-3-2022ના રોજ ફરિયાદીના સસરાએ ફરિયાદીના પિતાને મેસેજ કરેલ કે તમે કોર્ટે આવી જાવ આજે સુમનને ત્રીજા તલાક આપવાના છે તથા ફરિયાદીના પિતાએ ફરિયાદીના મમ્મીને મેસેજ કરેલ કે સુમનને આવવું હોય તો આવી જાય નહીંતર હું એને ત્રીજો તલાક આપી દઈશ બાદમાં તા. 27-3-2022ના રોજ ફરિયાદીના મમ્મીના તથા પિતાને તથા ફરિયાદીના તમામ સગાવહાલાના મોબાઈલમાં મેસેજ કરેલ કે હું ઈમ્તિયાઝ હારુનભાઈ હાલા, સુમન ઈમ્તિયાઝ હાલાને ત્રીજો તલાક આપું છું આવી અવારનવાર તલાકની ધમકી આપતા હતા અને ફરિયાદીના પિતા સમાધાન માટે ફરિયાદીના સાસરે ગયેલ તો ફરિયાદીના સસરાએ કહેલ કે અમો થુંકેલું ચાટતા નથી અને ફરિયાદીના પિતાને જેમ ફાવે તેમ બોલી સમાધાન કરેલ નહીં અને ફરિયાદીના પિતાને ફરિયાદીના સાસરીયાવાળાઓ કહેતા કે અમારી પાસે પૈસા છે તારાથી કશું થશે નહીં, આમ ફરિયાદીના મમ્મી-પપ્પાએ સમાધાન માટે ઘણા પ્રયત્નો કરેલ.
પરંતુ ફરિયાદીને તેડી ગયેલ નહીં જેથી ફરિયાદીના પતિ તથા સાસુ-સસરા શારીરિક તથા માનસિક દુ:ખ ત્રાસ આપતા હોય તે અંગેની આરોપીઓ પર ભારતીય દંડ સંહિતના કલમ 498(ક), 504, 133 તથા દહેજ ધારાની કલમ 3, 4 મુજબનો ગુનાઓ કર્યાની ફરિયાદ નોંધાવી હતી, જે કામ કોર્ટમાં બોર્ડ પર આવતા ફરિયાદી પક્ષનો રેકોર્ડ ઉપરનો મૌખિક તેમજ દસ્તાવેજી પુરાવો ધ્યાને લઈ આ કામના આરોપીના વકીલએ આરોપીઓ વતી ઈન્કારીયત સ્વરૂપમાં જવાબ આપેલ હતો જેમાં ફરિયાદીની કહેવાતી હકીકતો ખોટી છે અને ફરિયાદીએ ખોટી હકીકતો જણાવીને આરોપીઓ સામે ખોટી ફરિયાદ દાખલ કરેલ છે. તપાસ કરનાર અમલદારે ફરિયાદીના કહેવા મુજબ કોઈ પ્રાથમિક તપાસ કર્યા વિના આરોપીઓ સામે ખોટી ફરિયાદ દાખલ કરેલ છે અને ફરિયાદીએ તેમની ફરિયાદમાં કાલ્પનીક, બનાવટી, બોગસ હકીકતોને આધારે અમો આરોપીઓની સામે પુરાવારહિતની ખોટી ફરિયાદ કરેલ છે જે કેસમાં આરોપીઓ તરફે રોકાયેલ વકીલ અજયસિંહ એમ. ચૌહાણની ધારદાર દલીલને ધ્યાને રાખી ઉપરોક્ત આરોપીઓને રાજકોટના મહે. 6ઠા એડિ. ચીફ જ્યુડિ. મેજિ. જજ જે. વી. પરમારે આરોપીઓને નિર્દોષ છોડી મૂકવાનો આદેશ કર્યો છે.
આ કામમાં ત્રણ આરોપીઓ તરફે ધારાશાસ્ત્રી અજયસિંહ એમ. ચૌહાણ, ડેનિશ જે. મહેતા તથા તુષાર ડી. ભલસોડ એડવોક્ટસ રોકાયેલા હતા.



