મુંબઈ-અમદાવાદના જૈન સંઘોનો સંયુક્ત પ્રયાસ, 24ડ્ઢ7 બેક ઓફિસ પણ કાર્યરત
ખાસ-ખબર ન્યૂઝ ભાવનગર
રવિવારે તારીખ 9.2 2025 ના રોજ શ્રી મુંબઈ જૈન સંઘ સંગઠન અને અમદાવાદના સમગ્ર જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપાગચ્છ શ્રી મહાસંઘ દ્વારા શ્રી વર્ધમાન પરિવાર અને તેની સખી સંસ્થાઓના પારિવારિક મિલનમાં “યાત્રા મિત્ર” નામે શેત્રુંજય ગિરિરાજની યાત્રા દરમ્યાન ડોળીનો ઉપયોગ કરતા ભાવિકોની ઓન લાઈન ડોળી ફરિયાદ નિવારણ ( ગ્રેયવન્સીસ રિડ્રેસલ) સ્કીમ નું ઉદ્ઘાટન થયું. મુંબઈ જૈન સંઘ સંગઠન ના ક્ધવીનર શ્રી નીતિન ભાઈ વોરા અને અમદાવાદ ના સમગ્ર જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપાગચ્છ શ્રી મહાસંઘના સેક્રેટરી શ્રી બીગેન ભાઈ શાહ દ્વારા આ શુભારંભ તારીખ 23-2- 2024એ કરાયું છે. શ્રી મુંબઈ જૈન સંઘ સંગઠન અને અમદાવાદના સમગ્ર જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપાગચ્છ શ્રી મહાસંઘ દ્વારા તારીખ 10મી જાન્યુઆરી 2025ના પાલીતાણાના એક મુખ્ય યુનિયન સાથે નિયમોના ચુસ્ત પાલન અંગેના લેખિતકરાર કર્યા બાદ શ્રી શેત્રુંજય યુવક મંડળના યુવાનો દ્વારા યાત્રિકો ની સવલત અને સલામતી નિશ્ચિત બને તે માટે એક સરળ, સુગમ અને સાનુકૂળ એનરોઇડ મોબાઈલ ફોન દ્વારા ડોળી યાત્રા અંગેની ફરિયાદ અથવા કોઈ સારો અનુભવ થયો હોય તે ઓનલાઇન રજીસ્ટર કરાવવા માટે અત્યંત સરળ પદ્ધતિ ની સ્કીમ, ચેટ બોટ ટેક્નોલોજી નો ઉપયોગ કરી વિકસાવવામાં આવી છે તેનો શુભારંભ કર્યો. યાત્રિકો ની ફરિયાદ ના નિરાકરણ માટે 24 ડ્ઢ 7 કાર્યરત બેક ઓફિસની પણ શરૂઆત થઇ ચુકી છે જે બહુ જ ટૂંક સમયમાં જ કાર્યરત થઇ જશે. જો યાત્રિકો સાથે દુવ્ર્યહવાર થશે તો તે ડોળીવાળા ઉપર નિયમ અનુસાર પગલાં પણ લેવામાં આવશે. આ એક શુભથી કરેલ શુભ શરૂઆત છે, શરૂઆતના તબકકે અનુભવો ઉપરથી શીખી, યાત્રિકોના અભિપ્રાયો મેળવીને આ સ્કીમ માં જરૂરી સુધારાઓ પણ થશે.
- Advertisement -
મુંબઈ અને અમદાવાના બંને મહાસંઘોના પ્રતિનિધિઓ એ જણાવ્યું હતું કે યાત્રિકો ની મુશ્કેલીઓ અને ફરિયાદ નિવારણ માટે આ મહાસંઘો પ્રતિબદ્ધ છે. શ્રી મુંબઈ જૈન સંઘ સંગઠન ના એક્ઝિક્યુટિવ કમિટી મેમ્બરે જણાવ્યું કે મુંબઈના અને અમદાવાદના બે મહાસંઘો દ્વારા એક મુખ્ય ડોળી યુનિયન સાથે નિયમોના પાલનના કરાર કરાયા તે તો જ સફળ થાય જો યાત્રિકો ને એનો પુરેપુરો ફાયદો મળે અને યાત્રિકો ની યાત્રા નિર્વિઘ્ન બને અનેસાથે સાથે ડોળી ઉંચકરનાર ને પણ પોતાની જવબદારી નો સતત અહેસાસ થાય. યાત્રિકો ને સંતોષ અને શાતા આપનાર ડોળી વાળાની યોગ્ય કદર પણ થઇ શકે અને તેવા નિષ્ઠાવાનને પણ તેનો લાભ મળી શકે. તદઉપરાંત શેત્રુંજય ગિરિરાજ ની યાત્રા દરમ્યાન આશાતના નિવારણ ના કાર્યોમાં પણ ઉપયોગી બની શકે એ ઉદ્દેશ માત્ર થી આ એક વ્યવસ્થાનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ સમગ્ર વ્યવસ્થા બહુ જ ટૂંક સમયમાં કાર્યરત થઇ જશે. પારિવારિક મિલનમાં પધારનાર પ્રત્યેકે આ કાર્ય ની અનુમોદના કરતા જણાવ્યું હતું કે આ વ્યવસ્થા ને દેશ પરદેશ ના જૈનો તરફ થી બહોળો પ્રતિસાદ મળશે.



