ધોરાજીમાં “જન આશીર્વાદ યાત્રા”અંતગર્ત તમામ વર્ગની બેઠકને સંબોધતા કેન્દ્રીય મંત્રી માંડવીયા
ધોરાજીમાં“જન આશીર્વાદ યાત્રા” અંતર્ગત યોજાયેલી બેઠકમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાજીએ “સૌનો સાથ,સૌનો વિકાસ” સૂત્રને દોહરાવી એવું જણાવ્યું હતું કે, મોદીજીની સરકાર કોઈ ટોકન કામ નહિ પણ“ટોટલ” કામ કરી છે.
દેશના નાનામાં નાના નાગરિકને અને છેવાડાના માનવીને એવો અહેસાસ થવો જોઈએ કે ભારત સરકાર અમારા માટે પણ કામ કરે છે.
એટલે જ, ૪ કરોડ જેટલા આવાસો બનાવાયા, જેમાંથી અઢી કરોડ ગરીબ નાગરિકોને આવાસો મળી પણગયા છે અને આઝાદીનો અમૃતમહોત્સવ પુરો થયો ત્યાં સુધીમાં દેશના દરેક જરૂરિયાતમંદોનું “ઘરનું ઘર”નું સપનું પૂરું થશે.
ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને બિરદાવતા માંડવીયાજીએ એવું જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરનું ઘડતર જ એવુ થાય છે કે એને જવાબદારી સોંપવામાં આવે કે ન આવે ટીકીટ આપવામાં આવે કે ન આવે છતાં દરેક કાર્યકરની મહેનતને પ્રયાસ ટો હંમેશા ભારતમાતા પરમ વૈભવના સ્થાન પર બીરાજમાન થાય તેવી જ હોય છે.
ભારતીય જનતા પાર્ટી પણ સત્તાને હંમેશા “સેવા”નું માધ્યમ ગણીને જ છેલ્લા ૭ વર્ષથી મોદીજીના નેતૃત્વ હેઠળ શાસન કરી રહી છે.
અગાઉ એવું હતું કે, દેશમાં ૬ થી ૭ કિલોમીટરના નેશનલ હાઈવે બનતા હતા પરંતુ મોદીજીની સરકાર આવ્યા પછી દરરોજ ૨૮ કિલોમીટરના નેશનલ હાઈવે બની રહ્યા છે, ૧ કિલોમીટર નેશનલ હાઈવે બનાવવા માટે રૂ.૧૦ કરોડનો ખર્ચ થાય છે.આ બધી રકમ આવે ક્યાંથી?, સરકારની તિજોરીમાં પૈસાની કમી નથી. ટેક્સ આપનારા પણ એટલા જ છે જેટલા અગાઉ હતા, પરંતુ વડાપ્રધાન મોદીજીએ બાકોરા બુરવાનું કામ કર્યું એટલે “વચેટિયા” નીકળી ગયા, આજે પણ વિદ્યાર્થીની સ્કોલરશીપથી માંડી કિસાનો લાભાર્થી સુધીની રકમ તેમના ખાતામાં સીધી જ જમા થવા લાગી છે.
તમામ સારા પરિણામ સામુહિક પ્રયાસથી જ આવે છે, સામુહિક પ્રયાસમાં પણ જનતાની ભાગીદારી મહત્વની છે.
આ“જન આશીર્વાદ યાત્રા”માંધોરાજી ખાતે યોજાયેલ જન સભામાં સાથે ઉપસ્થિત રહેલ સર્વ સંગઠન પ્રભારી મહેન્દ્રસિંહ સરવૈયા, રક્ષાબેન બોળીયા, જીલ્લા અધ્યક્ષ મનસુખભાઈ ખાચરીયા, મહામંત્રી નાગદાનભાઈ ચાવડા, મનસુખભાઈ રામાણી, મનીષભાઈ ચાંગેલા, કેબીનેટમંત્રી જયેશભાઈ રાદડિયા, સાંસદ રમેશભાઈ ધડુક, પ્રદેશકિસાન મોરચા પ્રમુખ ઉદયભાઈ કાનગડ, પ્રદેશ યુવા મોરચા પ્રમુખ પ્રશાંતભાઈ કોરાટ, જીલ્લા દૂધ દેરી ચેરમેન ગોરધનભાઈ ધામેલીયાસહીતના જીલ્લા ભાજપના આગેવાનો ઉપસ્થીત રહ્યા હતા.
- Advertisement -



