૭૫ કિલો રજત સર્વજનના વિકાસ માટે ખોડલધામને અર્પણ કરતા મનસુખભાઈ માંડવીયા
કેન્દ્રીય મંત્રી ડો.મનસુખભાઈ માંડવીયાએ જન આશીર્વાદ યાત્રા દરમ્યાન ખોડલધામ,કાગવડ ખાતે યોજાયેલી રજતતુલા કાર્યક્રમ પોતાના વજન ૭૫ કિલો ચાંદી ખોડલધામ સર્વ કલ્યાણ અને વિકાસ માટે અર્પણ કરવાની સાથે ભારત સરકાર દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વ હેઠળ “સૌનો સાથ, સૌનો વિકાસ” દેશ બદલાઈ રહ્યો હોવાનું જણાવી પોતાના સન્માન બદલ સૌરાષ્ટ્ર, કચ્છ, મુંબઈ અને અમદાવાદના વિવિધ સમાજ, સંગઠનોનો આભાર વ્યક્ત કર્યો હતો અને પોતાને “માં ખોડલ” આ માટે સક્ષમ બનાવવા પાર્થના કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કોરોના જેવી વૈશ્વિક મહામારી સામેના જંગમાં વિકસિત દેશોની સમાંતર આપણે “આત્મ નિર્ભર ભારત” અંતર્ગત દેશમાં જ બનેલી વેક્સીન આપી શક્યા છીએ. તેમ જણાવી કેન્દ્રીય અને આરોગ્ય કલ્યાણ રસાયણ તથા ખાતર મંત્રી મનસુખભાઈ માંડવીયાએ ખોડલધામ ખાતે રજતતુલા સમારોહમાં એમ પણ જણાવ્યું કે, દેશમાં કોવીડનું રસીકરણનું કામ ખુબ ઝડપથી ચાલી રહ્યું છે. આગામી ટૂંક સમયમાં રસીકરણનું કામ સંપૂર્ણ થશે અને લક્ષ્યાંક પણ પૂરો થશે. આવતા બે થી ત્રણ મહિનામાં જ દેશમાં કોવીડ રસીનું ઉત્પાદન અને સંખ્યા પણ બંને વધશે.
- Advertisement -
કેન્દ્રીય મંત્રીએ એમ પણ જણાવ્યું કે, ૧૮ ઓગષ્ટ,૨૦૨૧ના રોજ દેશભરમાં ૫૬.૩૬ કરોડ લોકોને કોવીડ સામે રસી આપવામાં આવી છે અને ખુબ જ ઝપડથી અમે ૬૦ કરોડ રસીકરણનો વ્યાપ વધારવા રસીકરણની ગતિને વેગ આપવા માટે પ્રતિબદ્ધ પણ છીએ. દેશમાં ગઈ તા.૧૮ ઓગષ્ટના રોજ દેશભરમાં ૧૮ ઓગષ્ટ સુધીની સ્થિતિ એવી છે કે ૯૪ લાખ રસીના ડોઝ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો પાસે ઉપલબ્ધ હતા. કોરોનાની પ્રથમ લહેર વખતે જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રસી બનાવવાની પહેલ શરુ કરી અને તેમના આહવાનનો પ્રતિસાદ પણ એટલો જ ઉત્સાહથી મળ્યો. એટલું જ નહિ વડાપ્રધાને જાતે રસી બનાવતી કંપનીઓની મુલાકાત લીધી અને તમામ હિતધારકો સાથે વાતચીત કરી અને સુનિશ્ચિત પણ કર્યું કે દેશમાં રસીનું વિતરણ પણ યોગ્ય રીતે થઇ રહ્યું છે. બહુ જ ઝડપથી આપણે ૬૦ કરોડ વેક્સીનના ડોઝ આપવા સુધી વિક્રમજનક સંખ્યાએ પહોચી જઈશું.
- Advertisement -
“જન આશીર્વાદ યાત્રા” દરમ્યાન માંડવીયાજીએ પણ માહિતી આપી હતી કે, ૨૦૨૦થી જ દેશના જ વૈજ્ઞાનિકોએ વેક્સીન માટે સંશોધન શરુ કરી દીધા હતા. આજે અન્ય દેશો કરતા આપણી વેક્સીન સસ્તી છે. “સૌનો સાથ,સૌનો વિકાસ” મંત્રને સાથે લઇ માન.શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારમાં જ્યારે મંત્રી મંડળનું વિસ્તરણ કરાયું ત્યારે કોઈ એક સમાજ કે વર્ગ નહિ પણ સર્વ સમાજને ધ્યાનમાં રાખી અને દરેકના કૌશલ્યને ધ્યાનમાં રાખી ઓબીસી, એસ.ટી.,એસ.સી. તેમજ ૧૧ જેટલી મહિલાઓને પણ પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે.
કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ જન આશીર્વાદ યાત્રા દરમ્યાન સૌરાષ્ટ્રના દરેક જીલ્લાઓમાં કોરોનાના પ્રોટોકોલને અનુસરીને લોકોએ કરેલા ભવ્ય સ્વાગત માટે તેમજ ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાઓનો સુંદર કાર્યક્રમના આયોજન બદલ આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમના પ્રારંભમાં કેન્દ્રીય મંત્રીનું ખોડલધામ ટ્રસ્ટ સહિતની વિવિધ સંસ્થા – સંગઠનો તેમજ ઇન્ડસ્ટ્રિયલ એસોસીએશન દ્વારા અદકેરું સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સાંસદ સર્વ રમેશભાઈ ધડુક, મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, ધારાસભ્યો સર્વ જીતુભાઈ વાઘાણી, ગોવિંદભાઈ પટેલ, રાઘવજીભાઇ પટેલ, લાખાભાઈ સાગઠીયા, જીલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરીયા, પૂર્વ ગૌસેવા આયોગના ચેરમેન ડો. વલ્લભભાઈ કથીરિયા, અગ્રણીઓ સર્વ દિલીપભાઈ સંઘાણી, હરિભાઇ પટેલ, નાગદાનભાઇ ચાવડા, ઉદયભાઇ કાનગડ, મનીષ ચાંગેલા, રમેશભાઈ મુંગરા, પ્રશાંત કોરાટ, રાજુભાઈ ધ્રુવ, ચેતનભાઇ રામાણી, મૌલેશભાઈ ઉકાણી, ડી.કે. સખિયા, જેરામ બાપા, મહેન્દ્રભાઈ સરવૈયા, રક્ષાબેન બોળીયા, રમેશભાઇ ટીલાળા, જીલ્લા પ્રેસ-મીડિયા ઇન્ચાર્જ અરુણભાઈ નિર્મળ તથા સહ-ઇન્ચાર્જ કિશોરભાઈ ડોડીયા, વિવિધ ઇન્ડસ્ટ્રીયલ એસોસિયેશનના પ્રમુખ, સંસ્થાઓ તેમજ સંગઠનોના પદાધિકારીઓ અને ખોડલધામના ટ્રસ્ટીઓ સહીત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.