રાજકોટ તા. ૧૯ ઓગસ્ટ – રમત-ગમત, યુવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ દ્વારા ”આઝાદી કે અમૃત મહોત્સવ” ફિટ ઇન્ડિયા ફ્રીડમ રન ૨.૦ ના ભાગરૂપે રાજકોટ જિલ્લાના સીનીયર કોચ દ્વારા તા. ૨૭ ઓગસ્ટ – ૨૦૨૧ ના રોજ રાજકોટ જિલ્લામાં ૭૫ ભાઈઓ તથા તા. ૨૮ ઓગસ્ટના રોજ ૭૫ બહેનોની ૨ કી.મી. દોડનું આયોજન કરવામાં આવ્યું છે.
આ દોડ સવારે ૬:૩૦ કલાકે રેસકોર્સ, બહુમાળી ભવન રાજકોટના ગેઈટ પાસેથી શરૂ થશે. આ દોડમાં સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતના તમામ ડીસ્ટ્રીક્ટ કોચ, ડી.એલ.એસ.એસ. કોચ, ટ્રેનર અને ઈન સ્કૂલ ટ્રેનરો, સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતના ખેલાડીઓ તથા રાજકોટ જિલ્લાના રમતવીરો ભાગ લેશે, તેમ સીનીયર કોચ રમા મદ્રાની યાદીમાં જણાવાયું છે.