કિવીઝ સામે 60 રને પરાજય, ટીમને ધીમી બેટિંગ નડી: ન્યૂઝીલેન્ડ તરફથી યંગ-લાથમની સેન્ચુરી
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.17
ચેમ્પિયન્સ ટ્રોફીની ડિફેન્ડિંગ ચેમ્પિયન પાકિસ્તાનને ટુર્નામેન્ટની પહેલી જ મેચમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. યજમાન ટીમનો ન્યૂઝીલેન્ડ સામે 60 રનથી પરાજય થયો. બુધવારે, 321 રનના ટાર્ગેટને ચેઝ કરતા પાકિસ્તાન 47.2 ઓવરમાં 260 રનમાં ઓલઆઉટ થઈ ગયું. વિલિયમ ઓ’રોર્ક અને મિચેલ સેન્ટનરે 3-3 વિકેટ લીધી. મેટ હેનરીએ 2 વિકેટ લીધી. અગાઉ પાકિસ્તાને કરાચીના નેશનલ સ્ટેડિયમમાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ન્યૂઝીલેન્ડે 5 વિકેટે 320 રન બનાવ્યા. ન્યૂઝીલેન્ડ તરફથી વિલ યંગે 107, ટોમ લાથમે 118 અને ગ્લેન ફિલિપ્સે 61 રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી નસીમ શાહે 2 વિકેટ લીધી. અબરાર અહેમદ અને હારિસ રઉફે પણ 1-1 વિકેટ લીધી. પાકિસ્તાન તરફથી ખુશદિલ શાહ (69 રન) અને બાબર આઝમ (64 રન)એ અડધી સદી ફટકારી હતી. સલમાન અલી આગાએ 42 રન અને ફખર ઝમાને 24 રન બનાવ્યા.