RMCના ફૂલ ગુલાબી બજેટની સંપૂર્ણ રૂપરેખા
20 નવી યોજનાઓ, શહેરીજનોની સુખાકારી વધારવા 8 અનોખી પહેલ : જયમીન ઠાકર
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ભારતીય જનતા પાર્ટીના શાસનની વર્ષ 2021-26ની બીજી ટર્મ દરમ્યાન સ્ટેન્ડિંગ કમિટી દ્વારા રાજકોટ મહાનગરપાલિકાના નાણાંકીય વર્ષ 2025-26ના અંદાજપત્રનો પુરતો અભ્યાસ અને ગહન વિચાર વિમર્શને અંતે, શહેરીજનો પર એક પણ રૂપિયાનો વધારાનો કરબોજ નાખવાને બદલે, રાજકોટ મહાનગરપાલિકાના હાલના આવકના સ્ત્રોતોને વધુ મજબૂત કરવા, આવકના નવા સ્ત્રોતો ઊભા કરવા, મૂડી તથા મહેસૂલી ખર્ચમાં જરૂરી કાપ મૂકવો વિગેરે આયામો લક્ષમાં લઈ, મ્યુનિસિપલ કમિશનરશ્રીએ સુચવેલા કરબોજમાં વધારા તથા નવા કરબોજ અંગેની તમામ દરખાસ્તો સ્થાયી સમિતિ દ્વારા સર્વાનુમતે નામંજુર કરી, રાજકોટની પ્રજાને કોઈપણ નવા કરબોજમાંથી મુક્તિ આપેલ છે. સ્થાયી સમિતિ દ્વારા કમિશનરશ્રીએ રજુ કરેલ બજેટના કુલ કદમાં આશરે રૂ.6 કરોડનો વધારો કરી, રૂ.55.92 કરોડની 20 નવી યોજનાઓનો ઉમેરો કરવામાં આવેલ છે. જે માટે જુદા જુદા મહેસૂલી ખર્ચમાં કરકસરના ભાગરૂપે જરૂરી કાપ મુકી, કુલ રૂ.3118.07 કરોડનું બજેટ સર્વાનુમતે મંજુર કરેલ છે. ભારતીય જનતા પાર્ટીના સુશાસન, લોકો માટેની સુવિધાઓને વધુ વિકસિત કરવાની નેમ સાથે નવા નાણાંકીય વર્ષમાં મહાનગરને વધુ ને વધુ હરિયાળું, સ્વચ્છ, સુવિધાસભર અને બનાવી, ‘લિવેબલીટી ઇન્ડેક્સ’ વધારવાનો સંકલ્પ આ બજેટમાં છે. તેમ જયમીન ઠાકરે જણાવ્યું હતું.
રાજકોટ મહાનગરપાલિકાના શાસક પક્ષે શહેરની અને મહાનગરપાલિકાની વર્તમાન સ્થિતિને નજર સમક્ષ રાખી, વાસ્તવિક અને પ્રજાલક્ષી બજેટ આપવાનો પ્રયાસ કર્યો છે. શહેરીજનોની અપેક્ષાઓ પરિપૂર્ણ કરવા સ્ટેન્ડિંગ કમિટીએ ગહન વિચાર-વિમર્શ કરી, શહેરીજનોના વિશાળ હિતને ધ્યાને રાખી, કમિશનરે સુચવેલ કરબોજમાં વધારા તથા નવા કરબોજની દરખાસ્ત સર્વાનુમતે નામંજુર કરવા સહિતના જરૂરી લોકભોગ્ય નિર્ણયો કર્યા છે. આગામી વર્ષ માટેની શહેરની વિકાસની રૂપરેખા રજુ કરતા આ બજેટને સૌ કોઈ આવકારશે એવી આશા વ્યક્ત કરાઈ છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તરફથી રાજકોટ મહાનગરપાલિકાને કાયમી સહયોગ મળી રહ્યો છે. જે બદલ રાજકોટ મહાનગરપાલિકાની સમગ્ર ટીમ કેન્દ્રની ભાજપ સરકાર, રાજ્યની ભાજપ સરકાર તથા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીનો આભાર વ્યક્ત કરાયો છે.
- Advertisement -
અનેકવિધ નવી લોકભોગ્ય યોજનાઓનું અમલીકરણ શરુ કરાશે
1. સ્કાય વોક/ફૂટ ઓવરબ્રિજ
2. શહેરમાં નવા અને મોડેલ એન્ટ્રી ગેઈટ બનાવવા
3. થીમ બેઇઝડ ઑક્સિજન પાર્ક વિથ મોડર્ન ફૂડ કોર્ટ
4. ત્રણ નવી શાક માર્કેટ
5. બે શાક માર્કેટનુ નવીનીકરણ
6. શ્રી રામનાથ મહાદેવ મંદિર બ્યુટીફીકેશન
7. વોર્ડ નં.4માં ભગવતીપરામાં નવી હાઇસ્કુલના કમ્પાઉન્ડમાં રમતગમતની સુવિધા
8. વોર્ડ નં.4માં બાકી રહેતા ટી.પી. રોડ પર ડ્રેનેજનું કામ પૂર્ણ કરી, મેટલીંગ કામ
9. વોર્ડ નં.15માં અમુલ સર્કલથી નેશનલ હાઇવે સુધીના 80 ફૂટ રોડનું ડેવલપમેન્ટ
10.સૌપ્રથમ વખત પશુ દવાખાનું
11.કેન્સરને મ્હાત આપવા ‘કેન્સરને કરીએ કેન્સલ’ અંતર્ગત બે યોજના: વિદ્યાર્થિનીઓને સર્વાઈકલ કેન્સરની વિનામૂલ્યે વેકસીન અને મેમોગ્રાફી મશીન
12. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાણાકીય વર્ષ 2025-26માં એડવાન્સ મિલકતવેરો ભરપાઈ કરનાર દિવ્યાંગો તથા એકસ આર્મીમેન મિલકતધારકના નામે 1 વૃક્ષનું વાવેતર
13. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાણાકીય વર્ષ 2025-26માં રાજકોટ શહેરમાં જન્મનાર પ્રત્યેક બાળકો/બાળકીઓના નામે 1 વૃક્ષનું વાવેતર
14. વોર્ડ નં.12માં ટી.પી.21 માં બગીચા હેતુના અનામત પ્લોટ નં.39 માં નવો બગીચો
15. રેસકોર્ષ રિંગ રોડ પર કાયમી સુશોભન માટે કઊઉ ડેકોરેટિવ લાઈટીંગ
16. રેસકોર્ષ સંકૂલમાં આવેલ લોક વિજ્ઞાન કેન્દ્રના ઓડિટોરિયમનું નવીનીકરણ
17. લાખાજીરાજ શાકમાર્કેટ(ધર્મેન્દ્ર રોડ)માં ફ્રૂટ માર્કેટ તેમજ હોકર્સ ઝોન
18. વોર્ડ નં.03 માધાપર વિસ્તારમાં આવેલ આરોગ્ય કેન્દ્રનું આધુનિકરણ
19. વોર્ડ નં.14માં બોલબાલા રોડ, ગાયત્રીનગર પાસે નવો કોમ્યુનિટી હોલ
20. હેરીટેજ સિટી બ્યુટીફીકેશન(આશરે 100 વર્ષ જુના એક રોડનું ડેવલપમેન્ટ
શહેરીજનોની સુખાકારીમાં વધારો કરવા માટેની દિશામાં પહેલ
1. વોર્ડવાઈઝ આધાર કેન્દ્રો
2. વોર્ડવાઈઝ સ્પોર્ટસના સાધનોનું વિતરણ
3. 5 દિવસીય યોગ શિબિર
4. જન્મ/મરણ પ્રમાણપત્ર પાંચ નકલ – વિનામૂલ્યે
5. પદાધિકારીઓની વિકાસ કામો માટેની ગ્રાન્ટની રકમમાં વધારો
6. પેડક રોડને ગૌરવપથ તરીકે વિકસિત કરવો
7. ત્રિદલ યોજના-બિલ્વવૃક્ષ સંવર્ધન
8. સ્વચ્છ અને હરિયાળું રાજકોટ
આવકના નવા સ્ત્રોતો
1. સ્માર્ટ સિટી વિસ્તારમાં લાઈટીંગ પોલ ઉપર જાહેરાત અને એલ.ઈ.ડી. સ્ક્રીન/કિઓસ્ક માટેના હક્કો આપવા
2. માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ કોમર્શિયલ હેતુ માટે ભાડે આપવું
3. શહેરના મુખ્ય રસ્તા પર આવેલ મહાનગરપાલિકા હસ્તકના ટી.પી. પ્લોટ્સ લાંબા સમયગાળા માટે ભાડા પટ્ટે આપવા
4. 100 સિટી બસોની અંદર તથા બહારની બાજુ જાહેરાતના હક્કો પ્રસિધ્ધ કરવા
5. સ્માર્ટ સિટી વિસ્તારમાં અટલ સરોવર પરિસરની અંદર રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની 42 દુકાનો મોડર્ન ફૂડ કોર્ટ તરીકે ભાડા પટ્ટે આપવી
6. વન ટાઈમ ઈનસ્ટોલમેન્ટ સ્કીમ-2(પાછલા વર્ષોના ચડત મિલકતવેરાની રકમ વ્યાજ સાથે ભરપાઈ કરવા માટે હપ્તા પધ્ધતિ)



