RBIએ દેશની પ્રાઇવેટ સેક્ટરની મુંબઈ સ્થિત ન્યૂ ઇન્ડિયા કો-ઓપરેટિવ બેંક પર પ્રતિબંધ લગાવી દીધો છે. જેના લીધે હવે ગ્રાહકો આ બેંકમાં પોતાનું કોઈ પણ કામ કરી શકશે નહીં.
ભારતીય રિઝર્વ બેંક (RBI) દેશની કોઈપણ બેંકને નિયમોનું પાલન ન કરવા બદલ દંડ અથવા બેંક પર પ્રતિબંધ લગાવી શકે છે. હવે RBI એ દેશના પ્રાઇવેટ સેક્ટરની મુંબઈ સ્થિત ન્યૂ ઇન્ડિયા કો-ઓપરેટિવ બેંક પર પ્રતિબંધ લગાવી દીધો છે. ન્યૂ ઇન્ડિયા કો-ઓપરેટિવ બેંક પર RBI દ્વારા લાદવામાં આવેલા આ પ્રતિબંધને કારણે, ગ્રાહકો હવે આ બેંકમાં પોતાનું કોઈ પણ કામ કરી શકશે નહીં.
- Advertisement -
ગ્રાહકો નહીં ઉપાડી શકે તેમના પૈસા
13 ફેબ્રુઆરી, 2025ના રોજ, RBI એ ન્યૂ ઇન્ડિયા કો-ઓપરેટિવ બેંકના કામકાજ પર અનેક પ્રતિબંધો લગાવી દીધા છે. RBI દ્વારા આ પ્રતિબંધ મોટી ગેરરીતિઓને કારણે લગાવવામાં આવ્યો છે. આ પ્રતિબંધને કારણે, ન્યૂ ઇન્ડિયા કો-ઓપરેટિવ બેંકના ગ્રાહકો બેંકમાં કોઈ ડિપોઝિટ કરી શકશે નહીં કે પૈસા ઉપાડી શકશે નહીં. બેંક પર લગાવવામાં આવેલા આ પ્રતિબંધને કારણે બેંકના ગ્રાહકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.
ન્યૂ ઇન્ડિયા કો-ઓપરેટિવ બેંકના કામકાજ પર પ્રતિબંધો લાદતી વખતે, આરબીઆઈએ જણાવ્યું કે બેંકની વર્તમાન રોકડ સ્થિતિને ધ્યાનમાં રાખીને, તેને નિર્દેશ આપવામાં આવ્યો છે કે જ્યાં થાપણદારોના બચત બેંક અથવા ચાલુ ખાતા અથવા કોઈ અન્ય ખાતામાંથી કોઈ પણ રકમ ઉપાડવાની મંજૂરી ન આપવામાં આવે. જોકે, બેંક કર્મચારીઓના પગાર, ભાડું અને વીજળી બિલ જેવી કેટલીક આવશ્યક બાબતો પર ખર્ચ કરવાની મંજૂરી બેંકને આપવામાં આવી છે.
- Advertisement -
બેંકની લોન સેવાઓ પણ બંધ
RBI એ કહ્યું કે બેંક તેની પરવાનગી વિના કોઈને પણ લોન કે એડવાન્સ રકમ આપશે નહીં કે રિન્યુ કરશે નહીં. ઉપરાંત, કોઈપણ બેંકને રોકાણ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ ઉપરાંત, RBI એ જણાવ્યું કે પાત્ર થાપણદારો ડિપોઝિટ ઇન્શ્યોરન્સ અને ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન તરફથી 5 લાખ રૂપિયા સુધીની ડિપોઝિટ ઇન્શ્યોરન્સ ક્લેમ રકમ મેળવવા માટે હકદાર રહેશે.