14.35 લાખનો દારૂ-બીયર સહિત 17.87 લાખનો મુદ્દામાલ કબજે
રાજકોટની બુટલેગર બેલડી સહિત ત્રણ સામે ગુનો નોંધી શોધખોળ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ જિલ્લામાં પાલિકાઓની ચૂંટણી આવતી હોય દારૂ-રોકડની હેરાફેરી ઉપર ખાસ વોચ રાખવાની સૂચના અન્વયે ગ્રામ્ય એલસીબીએ ભાયાવદરના જૂના કેરાલા ગામે દરોડો પાડી 14,35,300ના દારૂ-બીયર સહિત 17,87,300નો મુદામાલ કબજે કરી રાજકોટના બે બુટલેગર સહિત ત્રણની શોધખોળ હાથ ધરી છે.
- Advertisement -
રાજકોટ જિલ્લામાં દારૂની હેરાફેરી ઉપર બાજનજર રાખવા જિલ્લસ પોલીસવડા હિમકરસિહની સૂચના અને માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઇ વી વી ઓડેદરા, પીએસઆઇ એચ સી ગોહિલ સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન સ્ટાફના શક્તિસિહ જાડેજા, અરવિંદસિહ જાડેજા અને કૌશિકભાઈ જોશીને મળેલી બાતમી આધારે ભાયાવદર પોલીસ સ્ટેશન વિસ્તારના જૂના કેરાળા ગામે રહેણાંક મકાનમાં દરોડો પાડતા ત્યાંથી દારૂ-બીયરનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે 12,12,300ની કિમતની 3700 બોટલ દારૂ, 2,23,000ની કિમતનો 2230 બીયરના ટીન, 3 લાખનું અશોક લેલેન્ડ, 30 હજારનું બાઇક, 20 હજારના બે મોબાઈલ અને રાઉટર સહિત 17,87,300નો મુદામાલ કબજે કરી રાજકોટની આજી ડેમ ચોકડી પાસે રહેતા હાર્દિક અશોકભાઈ જોગરાજીયા, ધવલ રસિકભાઈ સાવલિયા અને આઇસરનો ચાલક તથા તપાસમાં ખૂલે તેની સામે ગુનો નોંધી તમામની શોધખોળ હાથ ધરી છે.