દાહોદ ખાતે પ્રોજેકટ કો-ઓર્ડીનેટર તરીકે ફરજ બજાવતા હતા અનંદુ સુરેશ ગોવિંદ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ જિલ્લા વિકાસ અધિકારીની ખાલી પડેલી જગ્યા પર અનંદુ સુરેશ ગોવિંદની નિમણુંક રાજય સરકાર દ્વારા કરવામાં આવી હતી. જેઓએ તેમના નવા હોદાનો વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો છે. ત્યારે રાજકોટ જિલ્લા પંચાયતના સાથી હોદેદારો સાથે ઉષ્માભેર તેમને આવકાર્યા અને શુભકામનાઓ પણ પાઠવી છે. અહીં એ ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી તરીકે અગાઉ ફરજ બજાવતા નવનાથ ગવ્હાણેની સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કમિશનર તરીકે બદલી ગત તા.9 ફેબ્રુઆરીના કરાયા બાદ રાજકોટ જિલ્લા વિકાસ અધિકારીની જગ્યા ખાલી પડી હતી.
- Advertisement -
જે બાદ રાજય સરકાર દ્વારા આઈ.એ.એસ. અધિકારીઓ બદલીના ઈશ્યુ કરેલા ઓર્ડરોમાં દાહોદ ખાતે પ્રોજેકટ કો-ઓર્ડીનેટર તરીકે ફરજ બજાવતા અનંદુ સુરેશ ગોવિંદની બદલી કરી તેઓની રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી તરીકે નિયુક્તિ કરી છે અને અનંદુ સુરેશ ગોવિંદે વિધિવત રીતે ચાર્જ પણ સંભાળી લીધો છે. ત્યારે આ પ્રસંગે રાજકોટ જિલ્લાના વિકાસ અધિકારી તરીકે ચાર્જ સંભાળનાર અનંદુ સુરેશ ગોવિંદને જિલ્લા પંચાયતના સાથી હોદેદારોએ પણ ખુશી વ્યક્ત કરી ઉષ્માભેર આવકાર્યા.



