ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાત પ્રમાણે હવે અમેરિકામાં થતી તમામ સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત પર 25 ટકા ડ્યુટી લાદવામાં આવશે, ટ્રમ્પે કહ્યું કે, આ પગલું તે દેશો સામે લેવામાં આવી રહ્યું છે જે અમેરિકન ઉત્પાદનો પર સમાન ડ્યુટી લાદે છે
ટેરિફનો મુદ્દો આટલો મહત્વપૂર્ણ કેમ ?
- Advertisement -
ટ્રમ્પ અને તેમના સમર્થકો માને છે કે, આ ટેરિફ એ દેશો (કેનેડા અને મેક્સિકો) પર દબાણ લાવવાનું એક માધ્યમ છે જેના કારણે અમેરિકા ડ્રગ હેરફેર અને ગેરકાયદેસર ઇમિગ્રેશન જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. આ ઉપરાંત આ પગલું ટ્રમ્પની આર્થિક વ્યૂહરચનાનો એક ભાગ છે, જેનો ઉદ્દેશ્ય અમેરિકન લોકોના હિતોનું રક્ષણ કરવાનો અને સ્થાનિક નોકરીઓને પ્રોત્સાહન આપવાનો છે. આ તરફ સરકારી માહિતીઅનુસાર અમેરિકાને સ્ટીલના સૌથી મોટા સપ્લાયર્સ કેનેડા, બ્રાઝિલ અને મેક્સિકો છે. આ પછી દક્ષિણ કોરિયા અને વિયેતનામ આવે છે. કેનેડા અમેરિકાને એલ્યુમિનિયમનો સૌથી મોટો સપ્લાયર છે, જે 2024 ના પ્રથમ 11 મહિનામાં કુલ આયાતના 79% હિસ્સો ધરાવે છે. મેક્સિકો એલ્યુમિનિયમ સ્ક્રેપ અને એલ્યુમિનિયમ એલોયનો મુખ્ય સપ્લાયર પણ છે.
ટેરિફને કારણે વેપાર યુદ્ધની શક્યતા
ટ્રમ્પે મેક્સિકો અને કેનેડાથી આવતા માલ પર 25% અને ચીનથી આયાત થતા માલ પર 10% ટેરિફ લાદવાનો આદેશ પણ જાહેર કર્યો છે. આ નિર્ણયથી વૈશ્વિક વેપારમાં અસ્થિરતા વધવાની શક્યતા છે કારણ કે તે $2.1 ટ્રિલિયનથી વધુના વાર્ષિક વેપારને અસર કરી શકે છે. જોકે ટ્રમ્પે કેનેડા અને મેક્સિકોને ટૂંકી રાહત આપી છે જે દર્શાવે છે કે, આ દેશો સાથે નવા વેપાર કરારોની શક્યતા હજુ પણ રહેલી છે.
- Advertisement -
ટેરિફની અસર અને ટ્રમ્પની આર્થિક વ્યૂહરચના
ટ્રમ્પના આ પગલાને તેમની આર્થિક વ્યૂહરચના તરીકે જોવામાં આવી રહી છે જેનો ઉદ્દેશ્ય અમેરિકન ઉદ્યોગોનું રક્ષણ કરવાનો અને સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનો છે. ટ્રમ્પ માને છે કે, આ ટેરિફ નીતિ વિદેશી સ્પર્ધાને નિયંત્રિત કરવામાં અને અમેરિકામાં રોજગારની તકો વધારવામાં મદદ કરશે. ટ્રમ્પે ઝુંબેશ દરમિયાન એમ પણ કહ્યું હતું કે, આ ટેરિફ “અન્ય દેશો માટે ખર્ચ કરશે, અમેરિકન નાગરિકો માટે નહીં” અને સ્પષ્ટ કર્યું કે, તેઓ આને તેમની મુખ્ય આર્થિક નીતિ તરીકે પ્રોત્સાહન આપી રહ્યા છે.