ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
દેશના વિઝનરી દીર્ઘદ્રષ્ટા-દુરંદેશી ધરાવતા પ્રજાવત્સલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્રની ભાજપ સરકાર લોકોની અપેક્ષાઓ સંતોષવામાં ફરી એક વખત સફળ થઇ છે તેમ જણાવતા સૌરાષ્ટ્ર ભાજપના પ્રવકતા રાજુભાઈ ધ્રુવે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને રજૂ કરેલા બજેટને આવકાર આપ્યો છે અને કહ્યું છે કે, આ બજેટ દેશનો સર્વાંગી વિકાસ કરનારું, 2047નાં વિકસિત ભારતની ઝલક દર્શાવતું અને ખાસ કરીને મધ્યમ વર્ગની અપેક્ષાઓ સંતોષતુ બજેટ છે. આ પહેલા આટલુ પીપલ્સ ફ્રેન્ડલી અને ઐતિહાસિક બજેટ ક્યારેય આવ્યું નથી. તેમણે મધ્યમ વર્ગને અકલ્પનીય લાભ આપનારું બજેટ આપવા બદલ કેન્દ્રની ભાજપ સરકારને ખૂબ ખૂબ અભિનંદન પણ આપ્યા છે. રાજુભાઈ ધ્રુવે ઉમેર્યું છે કે, આ બજેટ ત્રણ મુખ્ય સ્તંભો પર ઉભું છે પ્રથમ, તે મધ્યમ વર્ગની આવકમાં વધારો કરશે બીજું, તે 2025-2026 માટે રાજકોષીય ખાધને નિયંત્રણમાં રાખશેઅને ત્રીજું, તે માળખાગત વિકાસને વેગ આપશેપ્રથમ, તે મધ્યમ વર્ગની આવકમાં વધારો કરશે, તેમજ ખર્ચ અને બચતમાં વધારો કરશે. બીજું, તે 2025-2026 માટે રાજકોષીય ખાધને 4.4% પર નિયંત્રણમાં રાખશે, નાણાકીય સ્થિરતા સુનિશ્ચિત કરશે. ત્રીજું, તે માળખાગત વિકાસને વેગ આપે છે, જે લાંબા ગાળાના વિકાસ માટે જરૂરી છે. તેમણે કહ્યું છે કે, ,12 લાખ રૂપિયા સુધી આવકને આવકવેરામાંથી મુક્તિ આપવા ઉપરાંત રસ્તા, એરપોર્ટ, રેલ્વે, ઇન્ટરનેટ, કૃષિ વગેરે જેવા મૂળભૂત માળખાકીય પ્રોજેક્ટ્સ પર ખર્ચ વધારીને અર્થતંત્રને વેગ આપવાની જાહેરાત કરી છે.