વસંત પંચમીથી રાજકોટ, મોરબી અને ભુજ આવતા-જતા મુસાફરોને ઝાફર ચાની ચૂસ્કી લજાઈ ચોકડીએ માણવા મળશે
આરાધના ગ્રુપ – ઝાફર’સ ટીનું દસમા આઉટલેટનું લજાઈ ચોકડી – ઑનેસ્ટએ આવતીકાલે ઉદ્દઘાટન
સૌરાષ્ટ્ર-કચ્છના ચા પ્રેમીઓને રાજકોટ-મોરબી-કચ્છ હાઈવે પર મળી રહેશે ઝાફર’સ ટી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના લોકો તો વર્ષોથી ઝાફરની ચાની ચૂસ્કી લઈ રહ્યા છે, આજના સમયમાં બહારગામથી આવતા લોકો પણ ઝાફરની આરાધના ટી શોપ કે ઝાફર’સ ટીના આઉટલેટની અચૂક મુલાકાત લઈ ચા, કોફી, નાસ્તાની મજા માણી રહ્યા છે. પણ જેઓ રાજકોટ રહેતા કે આવતા નથી તેમનું શું? સૌરાષ્ટ્ર – કચ્છના ચા પ્રેમીઓ રાજકોટ આવ્યા વિના પણ ઝાફર’સ ટીની ચૂસ્કી માણી શકે તે માટે આરાધના ગ્રુપ એક ધમાકેદાર આયોજન કરવા જઈ રહ્યું છે. ઝાફર’સ ટીની ચૂસકી હવે મોરબી પાસે લજાઈ ચોકડીએ હોનેસ્ટમાં માણી શકાશે. આરાધના ગ્રુપ – ઝાફર’સ ટીનું દસમા આઉટલેટનું લજાઈ ચોકડી – હોનેસ્ટએ આવતીકાલે ઉદ્દઘાટન થશે. આ તકે અતિથિવિશેષ તરીકે કિશોરભાઈ રાઠોડ, લાલેશભાઈ રાઠોડ અને ‘ખાસ-ખબર’ના એમ.ડી. પરેશભાઈ ડોડીયા સહિતના મહાનુભાવો હાજરી આપશે.
આરાધના ગ્રુપનું નવું સાહસ ઝાફર’સ ટીનું દસમું આઉટલેટ રાજકોટ બહાર સૌરાષ્ટ્ર – કચ્છમાં વસંત પંચમીથી શરૂ થશે. 2 ફેબ્રુઆરીથી સૌરાષ્ટ્ર – કચ્છમાં રહેતા લોકોને ઝાફર’સ ટીની મજા રાજકોટ બહાર સૌરાષ્ટ્ર – કચ્છને જોડતા હાઈવે પર માણવા મળશે. આરાધના ગ્રુપ – ઝાફર’સ ટી તેમના દસમા આઉટલેટ લજાઈ ચોકડીએ હોનેસ્ટમાં શરૂ થતાં હવે રાજકોટ, મોરબી અને ભુજ આવતા-જતા મુસાફરોને ઝાફર ચાની ચૂસ્કી સાથે ગરમાગરમ નાસ્તાની મોજ માણવા મળશે.