ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.1
IIMA અમદાવાદ ખાતે 5માં આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ ઓન ક્રિએટીવિટી એન્ડ ઇનોવેશન એટ ગ્રાસરૂટ(ICCIG -5)નું આયોજન થયું હતું જેમાં EDUCATION INNOVATION“ના વિભાગમાં ટેક્નોલોજીથી કામ કરતા ભારતના શ્રેષ્ઠ શિક્ષક બલદેવપરી દેશના બાળકો સંપૂર્ણ નિશુલ્ક ભણી શકે તે માટે શૈક્ષણિક મટીરીયલ જાતે બનાવી અને કોઈપણ સહાય વીના સ્વખર્ચે બનાવેલ સ્ટુડીઓથી દરેક ધોરણના વિદ્યાર્થીઓને શેર કરતા હોય એવા કામની નોંધથી શ્રી પરીને આ કોન્ફરન્સમાં આમંત્રિત થાયા હતા.અને વેબસાઈટ થકી ફ્રી શિક્ષણ પસંદગી પામ્યું હતું. આ કોન્ફરન્સમાં જુદા જુદા રાજ્યમાંથી અને વિદેશમાંથી ઇનોવેટર્શ આવ્યા હતા. આ કોન્ફરન્સમાં ટેકનોલોજી, ખેતી, શિક્ષણમાં, હેલ્થન, એનર્જી લગતા ઇનોવેશન, રજૂ કરવામાં આવ્યા હતા.આ કોન્ફરન્સ આયોજક અને હનીબી નેટવર્ક, સૃષ્ટી,જ્ઞાન,અને એનઆઈએફના ફાઉન્ડર પદ્મશ્રી પ્રોફેસર અનિલ ગુપ્તા હતા આ કોન્ફરન્સમાં ભારતના તેમજ વિવિધ દેશ માંથી કુલ 200થી વધુ ઇનોવેટર્શ દ્વારા પોતે કરેલ ઇનોવેશન રજૂ કર્યા હતા તેમાં ગુજરાતમાંથી એજ્યુકેશન વિભાગમાં ત્રણ શિક્ષકોના ઇનોવેશનની પસંદગી કરવામાં આવી હતી. જેમાના બલદેવપરી એ પોતાનું પ્રેઝન્ટેશન રજૂ કરી અને તેમના કામની વિશેષતાથી ખૂબ જ પ્રશંસા પામ્યા હતા આ ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં અંતિમ દિવસે અન્ય 23 શિક્ષકોને પણ બોલવામાં આવ્યા હતા જેમાંથી નવ શિક્ષકોને પોતાના પ્રેઝન્ટેશન રજૂ કરવાની તક આપવામાં આવી હતી આ કાર્યક્રમના આ કોન્ફરન્સ દ્વારા ઘણું નવું જાણવા અને અન્ય રાજ્યના ઇનોવેટર્શને મળવાનો મોકો મળ્યો હતો ઉપરાંત દક્ષિણ આફ્રિકા, નેપાળ, સિક્કિમ, ઇન્ડનેશિયા, બેલ્જિયમ, કેનેડા અને અન્ય દેશના 50 જેટલા લોકોએ પણ આ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો.
રાજ્યના એક માત્ર શિક્ષક બલદેવપરીએ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં IIMAમાં પોતાનું ઇનોવેશન રજૂ કર્યું
