આગામી 1 ફેબ્રુઆરીએ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ
ખાસ-ખબર ન્યૂઝ રાજુલા
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવી છે. ત્યારે રાજુલામાં ચૂંટણી જાહેર થયા બાદ નગરપાલિકાની ચૂંટણી માટે જંગ જામ્યો છે. નગરપાલિકાની ચૂંટણી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. અને આજે ફોર્મ ભરવાનો ચોથો દિવસ હતો. ત્યારે રાજુલા નગરપાલિકામાં અત્યાર સુધીમાં 20 ફોર્મ ભરાયા છે. હાલ રાજુલામાં 20 ફોર્મ કોંગ્રેસના ભરાઇ ચુક્યા છે.
અને હજુસુધી રાજુલામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામ જ જાહેર કરાયા નથી. જોકે આવતી કાલે નામ જાહેર કરવામાં આવે તો મોટાં ભાગના ફોર્મ શનીવાર સુધીમાં ભરાય તેવી શક્યતા સેવાઇ રહી છે.



