શેરબજાર માટે નવું નેગેટીવ કારણ સર્જાશે
ઓલા, સ્વિગી, પ્રિમિયર એનર્જી, કોનકોર્ડ, એનટીપીસી સહિત 32 કંપનીઓનાં કરોડો શેરો વેચાવા નિકળશે તો માલબોજો સર્જાવાની, માનસ ખરડાવાની આશંકા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.31
શેરબજારમાં કેટલાંક સમયથી અનિયમીત વધઘટ વચ્ચે મંદીનો માહોલ છે અને આવતીકાલે રજુ થનારા સામાન્ય બજેટ પર મીટ માંડવામાં આવી રહી છે.જયારે આવતા મહિના-ફેબ્રુઆરીમાં માર્કેટ માટે નવુ નેગેટીવ કારણ ઉભુ થવાનું છે. 32 નવી લીસ્ટેડ કંપનીઓના રૂા.80,000 કરોડના શેરોનો લોક-ઈન પીરીયડ ખત્મ થવા જઈ રહ્યો છે. તેને કારણે માર્કેટમાં માલ બોજ સર્જાવાની આશંકા છે. આઈપીઓ પૂર્વે પ્રમોટરો તથા ઈન્વેસ્ટરોને પ્રાઈવેટ પ્લેસમેન્ટ હેઠળ આવતા શેરોમાં લોક-ઈન પીરીયડ લાગુ પડતો હોય છે.શેરબ્રોકરો તથા બેંકરોનાં કહેવા પ્રમાણે લોક-ઈન પીરીયડમાંથી મુકત થનારા આ શેરો માર્કેટમાં વેચાવા નિકળવાનાં સંજોગોમાં નવુ પ્રેશર સર્જાઈ શકે છે અને તે માર્કેટ માટે નેગેટીવ કારણ બની શકે છે. કેટલાંક દિવસોથી બજારમાં મંદીનો માહોલ છે ત્યારે લોક-ઈન પીરીયડમાંથી મુકત થતા શેરો વેંચીને ઈન્વેસ્ટરો નફો બુક કરવાનું વલણ અપનાવી શકે છે.શેરબજારના જાણકારોના કહેવા પ્રમાણે લોક-ઈન પીરીયડમાંથી મુકત થતા શેરોને કારણે બજારમાં વેચવાલી વધવાનું માની શકાય છે. ભલે શેર 32 કંપનીના જ હોય પરંતુ રકમ 80,000 કરોડની છે એટલે સમગ્ર માર્કેટનાં માનસને અસર થઈ શકે છે, બ્રેઈનબીઝી, ઓલા ઈલેકટ્રીક, પ્રિમીયર એનર્જી, એકુમ ડ્રગ્સ, કોનકોર્ડ બાયોટેક, જયુનીયર ટોટલ, સિંગલ હોટલ્સ, સ્વીગી જેવી કંપનીઓનાં ઈન્વેસ્ટરો પર ખાસ નજર રહેશે.એક વર્ગ જોકે એવુ માને છે કે, લોક-ઈન ખત્મ થતા શેરો તત્કાળ વેચાયા જ આવે છે તે જરૂરી નથી પરંતુ સારો નફો મળતો હોય અથવા નબળી કંપનીઓનાં શેરો તમામ વેચાવા નીકળી જતા હોય છે. નેગેટીવ રીટર્ન હોય તેવા શેરોમાં પણ ઈન્વેસ્ટરો નિકળીને નુકશાની બાંધી લેવાનું વલણ અપનાવતા હોય છે. નિષ્ણાંતોએ કહ્યું કે, છ માસ કરતા વધુ સમયના લોક-ઈન ધરાવતા શેરોનાં પ્રમોટરો-ઈન્વેસ્ટરો ‘સ્ટ્રેટીજીક‘ હોય છે. ખુલ્લા માર્કેટમાં વેચાણ કરવાનાં બદલે ‘બ્લોક ડીલ’નો માર્ગ અપનાવતા હોય છે. એટલે માર્કેટમાં સીધુ પ્રેસર આવશે કે કેમ તે જોવાનું રહે છે.
બ્રેઈનબીસનાં 16000 કરોડની કિંમતનાં 33.53 કરોડ શેરો 10 ફેબ્રુઆરીએ લોક-ઈનમાંથી મુકત થશે. આજ દિવસે ઓલા ઈલેકટ્રીકના 13000 કરોડના 196 કરોડ, શેર અનલોક થશે.આ ઉપરાંત પ્રિમીયર એનર્જીનાં 9910 કરોડના શેરો 28 ફેબ્રૂઆરીએ મુકત થશે. અકુમ ડ્રગ્સ, એન્ડ ફાર્માનાં 5300 કરોડના શેરો 3 ફેબ્રૂઆરીએ અનલોક થશે.સેબીના નિયમ પ્રમાણે એન્કર ઈન્વેસ્ટરોને અપાતા શેરોમાં 50 ટકા હિસ્સો 90 દિવસ બાદ મુકત થાય છે અને ત્યારપછીનાં 30 દિવસ પછી બાકીનાં 50 ટકા શેરો અનલોક થાય છે.પ્રમોટર માટે 20 ટકા શેરોનો લોક-ઈન પીરીયડ 18 મહિનાનો હોય છે.જયારે બાકીના શેરો માટે આ સમયગાળો કે માસનો હોય છે. નોન-પ્રમોટર ઈન્વેસ્ટરો માટે લોક-ઈન પીરીયડ 6 માસનો હોય છે.