ચેરમેન જયમીન ઠાકરના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં કુલ 53 દરખાસ્તોને બહાલી અપાઈ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
આજરોજ મનપા કચેરી ખાતે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ હતી. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં જુદી જુદી 53 જેટલી દરખાસ્તોને મંજૂર કરવામાં આવી હતી. આમ આજની આ બેઠકમાં કુલ 102.44 કરોડના વિકાસ કાર્યોને મંજૂરી આપવામાં આવી છે.
કુલ 53 દરખાસ્તો અંતર્ગત વોર્ડ નં. 18માં રૂા. 5.45 કરોડના ખર્ચે લાલબહાદુર તથા વિનોદનગર હેડવર્કસ લગત ડીસ્ટ્રીબ્યુશન ડી.આઈ. પાઇપલાઈન (લેબર કામ) નાખવાનુ કામ, રૂા. 75.91 લાખના ખર્ચે ટીપી સ્કીમ નં.12 (કોઠારીયા) ફા.પ્લોટ નં.39/એના પ્લોટમાં ગાર્ડન ડેવલપ કરવા માટે કમ્પાઉન્ડ વોલ, મેઈન ગેટ, ફરખડી અને સ્ટોર રૂમ બનાવવાનું કામ તથા રૂા. 33.89 લાખના ખર્ચે પ્રાઈવેટાઈઝેશનથી ભૂગર્ભ ગટર ફરિયાદ નિકાલ કરવાનું કામ આમ કુલ રૂા. 6.55 કરોડના કામો આજરોજ સ્ટેન્ડીંગ કમિટીમાં મંજુર, વોર્ડ નં.11માં રૂા. 8.67 કરોડના ખર્ચે રંગોલી આવાસ યોજના પાસે ર4.00 મી. ટી.પી. રોડ પર માઇનોર બ્રીજ તથા 18.00 મી. ટી.પી. રોડ પર સ્લેબ કલવર્ટ બનાવવાનું કામ તેમજ રૂા. 2 કરોડના ખર્ચે ટી.પી.સ્કીમ નં.10, ફાઇનલ પ્લોટ નં.73(બી)માં પાર્ટી પ્લોટ બનાવવાનું કામ આમ કુલ રૂા. 10.68 કરોડના કામો આજરોજ સ્ટેન્ડીંગ કમિટીમાં મંજુર કરવામાં આવેલા છે. વિશેષમાં, આ કામ થવાથી આશરે 1 લાખથી વધારે લોકોને ફાયદો થશે. વોર્ડ નં.10માં જનભાગીદારી યોજના હેઠળ રૂા. 29.46 લાખના ખર્ચે આલાપ એવન્યુ, આલાપ સેન્ચુરી, નંદનવન સોસાયટી અને સગુન રેસીડેન્સીનાં કોમન પ્લોટમાં પેવીંગ બ્લોક નાંખવાનું કામ આજરોજ સ્ટેન્ડીંગ કમિટીની મીટીંગમાં મંજુર કરવામાં આવેલું છે. આમ વોર્ડ નં. 8 અને 10માં પ્રાઈવેટાઈઝેશનથી ભૂગર્ભ ગટર ફરિયાદ નિકાલ કરવાનું કામ આજરોજ કમિટીની મીટિંગમાં મંજૂર કરવામાં આવ્યું છે. રૂા. 30.65 લાખના ખર્ચે પ્રાઈવેટાઈઝેશનથી ભૂગર્ભ ગટર ફરિયાદ નિકાલ કરવાનું કામ થશે.
વોર્ડ નં. 9માં રૂા. 47.12 કરોડના ખર્ચે નવા 150 ફુટ રીંગ રોડ પરના બ્રીજને વાઇડનીંગ કરવાનુ કામ તેમજ રૂા. 6.31 કરોડના ખર્ચે મુંજકા આર્ષ વિદ્યા મંદિર પાસે હાઇલેવલ બ્રિજ તથા મુંજકા પોલીસ સ્ટેશનથી આગળ વોંકળા પર બોક્સ કલવર્ટ બનાવવાના કામ આમ કુલ મળીને રૂા. 53.44 કરોડના કામો, વોર્ડ નં. 7માં રૂા. 1.28 કરોડના ખર્ચે મનહર પ્લોટ, શેરી નં.8 તેમજ મનહર પ્લોટ, શેરી નં.9 તેમજ ગવલીવાડ મેઇન રોડ અને વિજય પ્લોટ મેઇન રોડ પર બોકસ કલવર્ટ બનાવવાનું કામ, રૂા. 22.69 લાખના ખર્ચે સેન્ટ્રલ ઝોનમાં હીસાબી શાખાની ઓફીસનુ રીનોવેશન કરવાનું કામ તેમજ રૂા. 22.59 લાખના ખર્ચે પ્રાઈવેટાઝેશનથી ભૂગર્ભ ગટર ફરિયાદોનો નિકાલ કરવાનું કામ. આમ કુલ મળીને રૂા. 1.73 કરોડના જુદા જુદા કામો આજરોજ સ્ટેન્ડિંગ કમિટીની મીટીંગમાં મંજુર કરવામાં આવેલા છે. રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં. 6માં રૂા. 28.73 લાખના અનમોલ પાર્કથી ગોકુલ વિદ્યાલય સુધી વરસાદી પાણીની પાઈપલાઈન નાખવાનું કામ, વોર્ડ નં. 5માં રૂા. 1.81 કરોડના ખર્ચે આર્યનગર વિસ્તારના રસ્તા પર પેવર કાર્પેટ કરવાનું કામ, રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં. 1માં રૂા. 1.25 કરોડના ખર્ચે જુદા-જુદા વિસ્તારોમાં જનભાગીદારી યોજના હેઠળ રસ્તાની સાઇડ સોલ્ડરમાં તેમજ કોમન પ્લોટમાં પેવીંગ બ્લોક નાંખવાનું કામ તેમજ રૂા. 15.19 કરોડના ખર્ચે રૈયા ગામથી સ્માર્ટ સીટીનાં ડી.પી. રોડ પર આવેલ વોંકળા પર બ્રીજ બનાવવાનું કામ આમ કુલ રૂા. 16.44 કરોડના કામો આજરોજ સ્ટેન્ડીંગ કમિટીની મીટીંગમાં મંજુર કરવામાં આવેલા છે.