ભાડુલા વિસ્તારમાં જ્યાં દરોડો કર્યો ત્યાં હજુય કોલસાનું ખનન યથાવત
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.29
સુરેન્દ્રનગર જિલ્લામાં કોલસાનું ગેરકાયદેસર ખનન ની અસંખ્ય ખાણો આજેય ધમધમી રહી છે તેવામાં ખનિજ વિભાગ દ્વારા સમયાંતરે કોલસાની ખનો પર દરોડો કરવા છતાં પણ હજારો ખાણોમાં ગેરકાયદેસર ખનન યથાવત સ્થિતિમાં જોવા મળે છે ત્યારે છેલા કેટલાક દિવસથી કોલસાના ખનન સામે નિષ્ક્રિયતા દર્શાવતું ખનિજ વિભાગ ફરી એક વખત સક્રિય થયું હતું અને થાનગઢ પંથકના ભાડુલા વિસ્તારમાં ચાલતી કોલસાની ગેરકાયદે ખાણ પર દરોડો કર્યો હતો. મંગળવારે સાંજે કરેલા દરોડામાં ખનિજ વિભાગે મોડી રતી સુધી કાર્યવાહી હાથ ધરી હતી જેમાં ચરખી, જમીનમાંથી કાઢેલો કોલસો સહિતનો મુદ્દામાલ સીઝ કર્યો હતો પરંતુ જે વિસ્તારમાં ખનિજ વિભાગે દરોડો કર્યો તે વિસ્તારની આસપાસ હજુય કોલસાની ખાણોમાં ખનન યથાવત હોવાનું સ્થાનિકો દ્વારા જણાવાયું છે. એટલે કે જે ગેરકાયદેસર ખાણ પર ખનિજ વિભાગે દરોડો કર્યો તેના નજદીક અન્ય કોલસાની ખાણો પણ આવેલી છે અને દરોડા છતાં આ વિસ્તારની અન્ય ખાણોમાં કોલસાનું ખનન શરૂ હોવાનું જાણવા મળ્યું હતું.