ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં મંગળવારે (28 જાન્યુઆરી 2025)મોડી રાત્રે નાસભાગ મચી ગઈ હતી. જેના કારણે 10થી વધુ લોકોની મોતની આશંકા છે. ત્યારે હવે રેલવે દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
મહાકુંભ સ્પેશિયલ ટ્રેનનું સંચાલન રોકી દેવામાં આવ્યું
- Advertisement -
પ્રયાગરાજમાં મૌની અમાવસ્યાના દિવસે શ્રદ્દાળુઓની ભીડને જોતા પંડિત દીનદયાલ ઉપાધ્ય જંક્શનથી પ્રયાગરાજ જનાર મહાકુંભ સ્પેશિયલ ટ્રેનનું સંચાલન રોકી દેવામાં આવ્યું છે જેના પગલે જંક્શન પર પ્રયાગરાજ જનાર શ્રદ્ધાળુઓની ભીડ એક્ઠી થઈ ગઈ છે.
સ્પેશિયલ ટ્રેનોને સ્થગિત કરી દેવામાં આવી
જો કે બાકી અલગ રૂટ પર ચાલી રહેલી કુંભ મેળાની સ્પેશિયલ ટ્રેનોનું સંચાલન રાબેતા મુજબ ચાલુ છે. હાલ પુરતી સ્પેશિયલ ટ્રેનોને સ્થગિત કરી દેવામાં આવી છે જ્યારે રેગ્યુલર ટ્રેનોનું સંચાલન ચાલું છે. પંડિત દીનદયાલ ઉપાધ્યાય રેલવે ડિવિઝનનના મેનેજર મનીષ કુમારે જણાવ્યું હતું કે, ‘સ્પેશિયલ ટ્રેનનું સંચાલન આગળના આદેશ સુધી બંધ કરવામાં આવ્યું છે’.
- Advertisement -
નાસભાગને કારણે તંત્ર એલર્ટ મોડ પર
બીજી તરફ પ્રયાગરાજમાં નાસભાગને કારણે તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. અને પ્રયાગરાજમાં વધુ સુરક્ષા માટે જંક્શન પર રૈપિડ એક્શન ફોર્સ (RAF) અને પોલીસને તૈનાત કરવામાં આવ્યા છે. શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાને રાખીને કડક મજબૂત સુરક્ષા ગોઠવવામાં આવી છે. મૌની અમાવસ્યા સ્નાન માટે આવી રહેલા ભક્તોને સંગમ સુધી સુરક્ષિત રીતે પહોંચાડવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
13 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ સંગમમાં સ્નાન કર્યું
મહાકુંભ અત્યાર સુધીમાં 13 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ સંગમમાં સ્નાન કર્યું છે. મૌની અમાવસ્યાના અવસર પર લગભગ 10 કરોડ શ્રદ્ધાળુઓ પવિત્ર સ્નાન માટે પહોંચ્યા છે. એક પ્રાથમિક માહિતી અનુસાર, 25 જાન્યુઆરીથી, દરરોજ લગભગ એક કરોડ યાત્રાળુઓ મહાકુંભમાં આવવા લાગ્યા છે. આટલી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની સલામતી અને સરળ સ્થળાંતર સુનિશ્ચિત કરવા માટે, પ્રયાગરાજ રેલવે વિભાગે શહેરના તમામ સ્ટેશનો માટે એક ખાસ યોજના અને કેટલાક નિયંત્રણો લાગુ કર્યા છે. આ પ્રતિબંધો મૌની અમાવસ્યાના એક દિવસ પહેલા અને બે દિવસ પછી લાગુ રહેશે.