અધિક કલેકટરના જાહેરનામાં ભંગ સબબ કરવામાં આવી કાર્યવાહી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
પડધરીના રંગપર પાટીયા પાસે રહેતા બે બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાયા હતાં રાજકોટ રૂરલ એસઓજીની ટીમે આ મામલે વધુ તપાસ કરી એક મહિલા ઘુસણખોરને પણ ઝડપી લીધી હતી આ પ્રકરણમાં બંનેને નોકરી આપનાર અને ભાડે મકાન આપનાર સામે પોલીસે જાહેરનામા ભંગ અંગે ગુનો નોંધ્યો છે. પોલીસે બાંગ્લાદેશના બે યુવકો સોહિલહુસેન યાકુબઅલી, રિપોનહુસેન અમીરૂલ ઇસ્લામ અને રીનાની ધરપકડ કરી હતી બંને ઘૂશણખોરો પડધરી નજીક રંગપર ગામનાં પાટીયા પાસે, રવેચી હોટલની પાછળ મારૂતી સોસાયટીના બ્લોક નં.3માં ભાડાના મકાનમાં રહેતા હતા અને પડધરીમાં કોર્ટની સામે આવેલ કિંગ પોલી પ્લાસ્ટ પાઈપ નામના કારખાનામાં મજુરી કામે જતા હતાં એવો નિયમ છે કે, કોઈ પણ પરપ્રાંતિયને મિલ્કત ભાડે આપતી વખતે અને નોકરી પર કામે રાખતી વખતે તેની નોંધણી ફરજિયાત નજીકના પોલીસ મથકમાં કરવી પડે છે.
- Advertisement -
આ અંગે રાજકોટ જિલ્લા અધિક કલેકટરનું જાહેરનામુ પણ છે. જો કે બાંગ્લાદેશી ઘુસણખોર પકડાયા એ કિસ્સામાં પોલીસને જાણ કરાઈ નહોતી કે કોઈ નોંધ પણ કરવામાં આવી ન હોતી જેથી રૂરલ એસઓજીના પીએસઆઈ બી.સી.મિયાત્રાએ મકાન ભાડે આપનાર માધાપરના ભુપત લાખાભાઈ બાંભવા અને કંપનીમાં કામે રાખનાર કિંગ પોલી પ્લાસ્ટ પાઈપ કંપનીનાં એચઆર મેનેજર પડધરીના હરેશ નાગજીભાઈ કણજારીયા સામે જાહેરનામાં ભંગનો ગુનો નોંધી બંન્નેની અટકાયત કરી હતી.