નલિયા 14, રાજકોટ 14.2, પોરબંદર 15.4, જામનગર 14.4, અમદાવાદ 16.6, અમરેલીમાં 13.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.28
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે પણ ઠંડી સાવ નહિવત થઈ જવા પામી હતી.અને મોટાભાગનાં સ્થળોએ તાપમાનનો પારો 2 થી 5 ડિગ્રી સુધી ઉંચકાઈ ગયો હતો. ઉલ્લેખનિય છે કે ચાલુ સિઝનમાં આજે સૌપ્રથમવાર નલિયા ખાતે ડબલ ડિઝીટમાં એટલે કે 14 ડિગ્રી તાપમાન નોંધાતા નલિયામાંથી પણ ઠંડી ગાયબ થઈ ગઈ હતી. જયારે આજે સવારે કંડલા ખાતે 15.6, પોરબંદરમાં 15.4, રાજકોટમાં 14.2, વેરાવળમાં 17.7 તથા અમદાવાદમાં 16.6, અમરેલીમાં 13.8, વડોદરામાં 15.8, ભાવનગરમાં 16.8, ભુજમાં 17.8, દમણમાં 16.4, ડિસામાં 14.4, દિવમાં 13.9, દ્વારકામાં 17, ગાંધીનગરમાં 13.4 ઓખામાં 20.6, તથા સુરતમાં 16.8, ડિગ્રી, લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. જયારે જામનગરના હવામાનમાં ફરી એકવાર લઘુતમ તાપમાનમાં છેલ્લા 24 કલાકમાં બે ડિગ્રી ઉચકાઈને 14.4 ડિગ્રી પહોંચ્યો હતો.તેની સાથે મહતમ તાપમાનમાં બે ડિગ્રી વધીને 29.5 ડિગ્રી નોંધાયું હતું.તો શહેરના વાતવારણમાં ભેજનું પ્રમાણમાં સાત ડિગ્રીના ઘટાડા સાથે 75 ટકા પહોંચી ગયું હતું.જ્યારે પવનની ગતિ પ્રતિકલાક 4.2 ડિગ્રી રહી હતી.શહેરમાં સવારે ઠડી અને બપોરે ગરમી જેવું મિશ્ર વાતાવરણ અનુભાવાયું હતું.



