રાણાવાવમાં ત્રિકોણીય જંગ: ભાજપ, સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ટક્કર
કુતિયાણામાં ભાજપનો દબદબો યથાવત, વિપક્ષ હજી નક્કી નહીં
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
રાજ્યમાં આગામી 16 ફેબ્રુઆરીએ નગરપાલિકાની ચુંટણી યોજાનાર છે, જેમાં પોરબંદર જિલ્લાના રાણાવાવ અને કુતિયાણા નગરપાલિકાઓની ચુંટણી ખાસ મહત્ત્વની બની છે. બંને શહેરોમાં રાજકીય ગરમાવો વધ્યો છે, અને રાજકીય પક્ષોએ તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દીધો છે.
- Advertisement -
રાણાવાવ: ભાજપ-સમાજવાદી પાર્ટી-કોંગ્રેસ ત્રિકોણીય જંગ!
રાણાવાવ નગરપાલિકા ગત ટર્મમાં નેશનાલીસ્ટ કોંગ્રેસ પાર્ટી (ગઈઙ) ના શાસન હેઠળ હતી, જેનું મુખ્ય કારણ કાંધલ જાડેજા હતાં, જે તે સમયે એનસીપીમાં હતા. હવે તેઓ સમાજવાદી પાર્ટી (જઙ) માં છે, અને તેમના સમર્થનથી જઙ અહીં મજબૂત પકડ બની છે. બીજી તરફ, ભાજપે રાણાવાવમાં ચુંટણી જીતવા માટે સક્રિય તૈયારીઓ શરૂ કરી છે. સ્થાનિક સ્તરે ભાજપના નેતાઓ મજબૂત ઉમેદવારોની શોધમાં છે. કોંગ્રેસ માટે આ ચુંટણી પડકારરૂપ બની શકે છે, કારણ કે તેઓ હજી સુધી સ્પષ્ટ રણનીતિ ઘડી શક્યા નથી. કાંધલભાઈ જાડેજાના રાજકીય પ્રભાવને પગલે રાણાવાવમાં જઙએ મજબૂત દાવેદારી કરી છે, અને જો ભાજપ-જઙ વચ્ચે સીધી ટક્કર થાય, તો કોંગ્રેસ માટે મુશ્કેલીઓ વધી શકે.
કુતિયાણા: ભાજપ મજબૂત, વિપક્ષ હજી સુધી અવ્યવસ્થિત
- Advertisement -
કુતિયાણાની નગરપાલિકા ગત ટર્મમાં ભાજપના શાસન હેઠળ હતી, અને અહીં ફરી ભાજપે જીત માટે એડીચોટીનું જોર લગાવવાનું શરૂ કરી દીધું છે. સ્થાનિક સ્તરે ભાજપે મજબૂત ટીમ બનાવી છે અને પ્રચાર-પ્રસારની તૈયારીઓ પણ આરંભ થઈ ગઈ છે ભાજપ મજબૂત અને સ્વચ્છ છબી ધરાવતા ઉમેદવારો મેદાનમાં ઉતારશે. તો બીજી તરફ, કોંગ્રેસ અને અન્ય પક્ષો હજી સ્પષ્ટ સ્થિતિમાં નથી. કુતિયાણામાં કયા પક્ષો ચુંટણી લડશે, કોના સમર્થનમાં કોણ રહેશે, અને કોંગ્રેસ મજબૂત લડી શકશે કે નહીં – એ પ્રશ્નો હજી બાકી છે. જો વિપક્ષ એકજૂથ ન થાય, તો ભાજપ માટે જીત સરળ બની શકે છે.
ચુંટણીની યાદી: ઉમેદવારો ક્યારે થશે જાહેર?
ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થયા બાદ ઉમેદવારોની આખરી યાદી બહાર આવશે, અને ત્યાર બાદ જ ચૂંટણી લડાઈનો સંપૂર્ણ દૃશ્યસ્પષ્ટ થશે. હાલ તો રાજકીય માહોલ ગરમાયો છે, અને ચુંટણી સંઘર્ષ તીવ્ર બનશે એ નક્કી છે. આગામી દિવસોમાં દરેક પક્ષ પોતપોતાના ઉમેદવારો જાહેર કરશે, અને નગરપાલિકાની ચૂંટણીનું સમીકરણ વધુ ચટપટું બનશે.
જાહેરનામુ પ્રસિઘ્ધ કરવાની તારીખ- તા.27/01/2025
ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ- તા.01/02/2025
ઉમેદવારી પત્રોની ચકાસણીની તારીખ- તા.03/02/2025
ઉમેદવારી પાછી ખેંચી લેવા માટેની છેલ્લી તારીખ- તા.04/02/2025
મતદાનની તારીખ- તા.16/02/2025 (રવિવાર) સવારના 7-00 વાગ્યા થી સાંજના 6-00 વાગ્યા સુધી



