લંડન હાઇકમિશન બહાર ભારતીય V/S ખાલિસ્તાની
ત્રિરંગાનું અપમાન કરતા ખાલિસ્તાનીઓને તેમની ભાષામાં જવાબ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.27
ભારતના 76મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે લંડનમાં ભારતીય હાઇકમિશનની બહાર ખાલિસ્તાની સમર્થકો અને ભારતીય સમર્થકો વચ્ચે ગરમાગરમીનો માહોલ જોવા મળ્યો હતો. ભારતીય હાઇકમિશન બહાર ભારત વિરુદ્ધ થયેલા વિરોધ પ્રદર્શનનો ભારતીય સમુદાયના લોકોએ યોગ્ય જવાબ આપ્યો હતો. ખાલિસ્તાનીઓએ ત્રિરંગાનું અપમાન કરવાનું શરૂ કર્યું તો સામે પક્ષે ભારતીય સમુદાયે ‘ગલી-ગલી મેં શોર હૈં ખાલિસ્તાની ચોર હૈં’ના નારા લગાવ્યા હતા.
પ્રજાસત્તાક દિવસના અવસર પર ખાલિસ્તાની સમર્થકોને લંડનમાં હાઇકમિશનની બહાર ભારતીય ઇમિગ્રન્ટ્સ તરફથી વિરોધનો સામનો કરવો પડ્યો હતો. સમાચાર એજન્સી અગઈં અનુસાર, ભારતીય પ્રવાસીઓ દૂતાવાસની બહાર પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવા માટે નીકળ્યા હતા. તે દરમિયાન તેમણે કેટલાક ખાલિસ્તાની સમર્થકોને ભારત અને તેની અખંડિતતા સામે વિરોધ પ્રદર્શન કરતા જોયા હતા. ત્રિરંગાનું અપમાન કરી રહ્યા હતા ખાલિસ્તાનીઓ એક ભારતીય પ્રવાસીએ કહ્યું, ’અમે ભારતના 76મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ભારતીય હાઇકમિશન પાસે ધ્વજ ફરકાવવા માટે આવ્યા હતા.’ આ દરમિયાન અમે જોયું કે ખાલિસ્તાનીઓ બહાર ઊભા રહીને ત્રિરંગાનું અપમાન કરી રહ્યા હતા. હું તેમને કહેવા માગું છું કે તેમની આ હરકતોથી અમને કે દેશને કોઈ ફરક પડવાનો નથી. ભલે અહીં અમારી સંખ્યા ઓછી હોય, પણ અમારી હિંમત તેમના કરતાં ઘણી વધારે છે.
- Advertisement -
બીજા એક ભારતીય પ્રદર્શનકારીએ કહ્યું, ’અમે અમારા છેલ્લા શ્વાસ સુધી લડીશું.’ વીડિયોમાં, એક તરફ ખાલિસ્તાનીઓનું એક જૂથ “ગલી-ગલી મેં શોર હૈં” કહી રહ્યું હતું, તો બીજી તરફ ભારતીયોનું બીજું જૂથ “ખાલિસ્તાનીઓ ચોર હૈં” ના નારા લગાવી રહ્યું હતું. અગાઉ, વિદેશ મંત્રાલયે અભિનેત્રી કંગના રનૌતની ફિલ્મ ’ઇમર્જન્સી’ના વિરોધ દરમિયાન બ્રિટનના કેટલાંક સિનેમાઘરોમાં કેટલાક ખાલિસ્તાની સમર્થકો દ્વારા કરવામાં આવેલી તોડફોડ તરફ ધ્યાન દોર્યું હતું. આ અંગે, મંત્રાલયે બ્રિટિશ સરકારને ભારત વિરોધી શક્તિઓનાં હિંસક વિરોધ પ્રદર્શનો અને ધમકીઓ સામે કાર્યવાહી કરવાની માગ કરી હતી.